AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બરોડા ડેરીમાં વહીવટનો વિવાદ ચરમસીમાએ, કેતન ઈનામદાર મંગળવારથી પ્રતિક ધરણાં કરશે

બરોડા ડેરીમાં વહીવટનો વિવાદ ચરમસીમાએ, કેતન ઈનામદાર મંગળવારથી પ્રતિક ધરણાં કરશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 9:03 AM
Share

બરોડા ડેરીના વહીવટનો ડખો હવે આરપારની લડાઇમાં પરિણમ્યો છે.જોકે લડાઇ જિલ્લા ભાજપના જ બે જૂથો વચ્ચે જામી છે.

વડોદરાના(Vadodara) સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની(Ketan Inamdar) આગેવાનીમાં મંગળવારથી બરોડા ડેરી(Baroda Dairy) સામે પ્રતિક ધરણાં કરવામાં આવશે.જેમાં સાવલી-ડેસરના સભાસદો જોડાશે અને ગુરૂવારથી ખરાખરીનો જંગ શરૂ થશે. આ જંગમાં વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પણ જોડાશે .

બરોડા ડેરીના વહીવટનો ડખો હવે આરપારની લડાઇમાં પરિણમ્યો છે.જોકે લડાઇ જિલ્લા ભાજપના જ બે જૂથો વચ્ચે જામી છે.જિલ્લાના ધારાસભ્યો એક થઇને બરોડા ડેરીના ભાજપના સત્તાધીશો સામે મોરચો માંડ્યો છે. પશુપાલકોને ભાવફેરની રકમ નહીં ચૂકવાતી હોવાના આરોપથી શરૂ થયેલો વિવાદ હવે શક્તિપ્રદર્શન સુધી પહોંચ્યો છે.

મહત્વપૂર્ણ છે કે જિલ્લા મોવડીઓએ બેઠક દ્વારા સમાધાનના પ્રયાસો કર્યા હતા પરંતુ બેઠક સાથે પ્રયાસો નિષ્ફળ નીવડયા હતા અને હવે સીધો જંગ શરૂ થયો છે.તો બીજી તરફ ડેરીના ચેરમેન દિનેશ પટેલે દાવો કર્યો કે બરોડા ડેરી રાજ્યમાં સૌથી વધુ ભાવફેર ચૂકવનારી ડેરી છે. કોરોનાકાળમાં પણ 17 માસ સુધી તેઓએ પશુપાલક સભાસદોને સૌથી વધુ ભાવફેરની રકમ ચૂકવી છે.તો બંને પક્ષો વચ્ચે સમાધાન ન થતા જિલ્લા પ્રભારીએ પણ પોતાની લાચારી દર્શાવી છે.

આ પણ વાંચો : અલગ-અલગ રાજ્યમાં ટ્રાન્સફર થતા લોકોના વાહનો માટે સરકારે બનાવી સરળ પ્રકિયા, જાણો વિગતવાર

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પડશે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">