કાલે વડોદરામાં થઈ હતી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મુલાકાત! અમિત શાહ પણ આવ્યા હતા ગુજરાત

|

Jun 25, 2022 | 8:40 PM

Vadodara : સૂત્રોના પાસેથી મળતી માહિતી અનુસાર એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરા પહોંચ્યા હતા. આ બંનેમાં ગઈકાલે થોડા સમય માટે સત્તાના સમીકરણ અંગે મહત્વની વાત થઈ હતી. અમિત શાહ પણ વડોદરામાં હાજર હોવાની વાત સામે આવી છે.

કાલે વડોદરામાં થઈ હતી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મુલાકાત! અમિત શાહ પણ આવ્યા હતા ગુજરાત
કાલે વડોદરામાં થઈ હતી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મુલાકાત!
Image Credit source: file photo

Follow us on

આખા દેશની નજર હાલમાં મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ (Maharashtra political Crisis) પર છે. શિવસેનાના એકનાથ શિંદે (Eknath Shinde) અને તેના બાગી વિધાયકોએ શિવસેનામાં ખલબલી મચાવી દીધી છે. શિવશેનાના આ તમામ બાગી વિધાયકો હાલ ગુવાહાટીમાં છે. પણ મહારાષ્ટ્રના રાજકીય સંકટના આજે છઠ્ઠા દિવસે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એકનાથ શિંદે 24 જૂન, શુક્રવાર એટલે કે ગઈકાલે રાત્રે ગુજરાતના વડોદરામાં દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા અને સત્તાના સમીકરણને લઈને એક મહત્વપૂર્ણ બાબત બની હતી. મોટી વાત એ છે કે મળતી માહિતી પ્રમાણે ગઈ કાલે અમિત શાહ પણ વડોદરામાં હાજર હતા. એકનાથ શિંદે રાત્રે ચાર્ટર્ડ પ્લેનમાં ગુજરાતના વડોદરા ગયા હોવાનું કહેવાય છે અને મોડી રાત પછી વહેલી સવારે હોટેલ પરત ફર્યા હતા.

માહિતી મળી રહી છે કે એકનાથ શિંદે ગુવાહાટીની હોટેલ રેડિસન બ્લુમાંથી થોડા કલાકો માટે ગુમ થયા હતા. શિંદે જૂથ વતી કહેવામાં આવ્યું હતું કે તેઓ મંદિરમાં ભગવાનના દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસના દિલ્હી જવાના સમાચાર પણ સામે આવ્યા હતા અને કહેવાય છે કે તેઓ ગઈકાલે રાત્રે દિલ્હી ગયા હતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મહારાષ્ટ્રની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ પછી ફડણવીસ આજે મુંબઈ પહોંચ્યા હતા.

હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ એકનાથ શિંદે ગુવાહાટીથી ગુજરાત પહોંચ્યા હતા અને દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાત પહોંચ્યા હતા. આ બંનેમાં ગઈકાલે થોડીવાર માટે સત્તાના સમીકરણ અંગે મહત્વની વાત થઈ હતી. પરંતુ ફડણવીસ અને શિંદેની બેઠકની હાજરીની પુષ્ટિ થઈ નથી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

હવે આગળ શું થશે?

હવે એવું બની શકે છે કે જો બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરવામાં આવે અને શિવસેનાના કાર્યકરો દ્વારા તેમની ઓફિસમાં તોડફોડની ઘટનાઓ બને, તો રાજ્યપાલ આ મામલે હસ્તક્ષેપ કરી શકે છે. જો સ્થિતિ કાબુ બહાર રહે તો પછી રાષ્ટ્રપતિ શાસન લાદવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ધારાસભ્યોના સસ્પેન્શનનો મુદ્દો હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં જાય તેવી શક્યતા છે.

સંજય રાઉતે ફડણવીસને આપી ચેતવણી

આજે 25 જૂનના રોજ શિવસેનાના સાંસદ સંજય રાઉતે મીડિયા સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસને એક રીતે ધમકી આપતા કહ્યું કે તેઓ શિવસેનાના આ ઝઘડાથી દૂર રહે. નહિંતર પરિણામ સારું નહીં આવે. તેમણે કહ્યું હતું કે સવારની ભૂલ સાંજની ભૂલ સાબિત ન થવી જોઈએ. તેનો સંદર્ભ દેવેન્દ્ર ફડણવીસે વર્ષ 2019માં મહા વિકાસ અઘાડી સરકારની રચના પહેલા એનસીપીને તોડીને અજિત પવાર સાથે અડધી રાત્રે શપથ ગ્રહણ કરવાનો હતો.

હવે જોવાનું એ રહ્યુ કે આગળ શું થશે. શું મહારાષ્ટ્રની હાલની સરકાર રાજીનામું આપશે ? શું એકનાથ શિંદે ભાજપ સાથે સરકાર બનાવશે ? દેશભરની નજર મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર આગળ શું થશે તેના પર રહેશે.

Next Article