AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદની આયેશા જેવો જ કિસ્સો વડોદરામાં બન્યો, યુવતિનો આપઘાત પહેલાંનો વીડિયો વાયરલ

અમદાવાદની આયેશા જેવો જ કિસ્સો વડોદરામાં બન્યો, યુવતિનો આપઘાત પહેલાંનો વીડિયો વાયરલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 2:53 PM
Share

વડોદરાના તાંદલજામાં રહેતી 25 વર્ષીય નફીસા ખોખરનો અમદાવાદના રમીઝ શેખ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આ યુવતિએ અગાઉ અમદાવાદમાં પણ બે વખત આત્મહત્યાની કોશિશ કરી હતી.

અમદાવાદ (Ahmedabad) ની આયેશા જેવો જ કિસ્સો વડોદરા (Vadodara) માં બન્યો છે. અમદાવાદના યુવક સાથે પ્રેમ કરનારી વડોદરાની યુવતીએ બે દિવસ પહેલાં આત્મહત્યા (Subside) કરી હતી અને તે પૂર્વે તેણે બનાવેલો વીડિયો વાયરલ વાયરલ થયો છે. જે રીતે રીતે અમદાવાદી આયેશાઓ અમદાવાદ રિપરફ્રન્ટ પર બેસીને વીડિયો બનાવ્યો હતો તેવી જ રીતે આ યુવતીએ પણ રિવરફ્રન્ટની પાળી પર બેસીને વીડિયો બનાવ્યો છે. જેમાં તે કહે છે કે મને હતું કે તમે બીજાઓ કરતા અલગ હશો પણ તમે પણ બીજાઓ જેવા જ છો,

વડોદરાના તાંદલજામાં રહેતી 25 વર્ષીય નફીસા ખોખરનો અમદાવાદના રમીઝ શેખ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આ યુવતિએ અગાઉ અમદાવાદમાં પણ બે વખત આત્મહત્યાની કોશિશ કરી હતી. ત્યાર બાદ વડોદરામાં તાંદલજાના નૂરજહાં પાર્કમાં ગળેફાંસો ખાઈ બે દિવસ પૂર્વે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા પૂર્વે નફીસાએ રેકોર્ડ કરેલા વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં તે રડતાં રડતાં કહે છે કે મારી સાથે આવડો મોટો દગો કેમ કર્યો? હવે હું શું કરું? રમીઝ શેખ તેની સાથે લગ્ન નહીં કરતા નસિફાએ અંતિમ પગલું ભર્યું હોવાનું આ વીડિયો પરથી સ્પષ્ટ જોઈ શકાય છે.

વીડિયોમાં નસિફા કહે છે કે તમે લગ્નની હા કહી મને બહેલાવતા રહ્યા અને હવે તમે આવ્યા નહીં, આ બહુ ખોટું કર્યું. તે રડતાં રડતાં કહે છે કે હું અમદાવાદ આવી છું પણ તમને ક્યાં શોધું, મેં ઘરે પણ કોઈને જણાવ્યું નથી, હવે હું શું કરું. મે તમને સૌથી વધુ પ્યાર કર્યો, અને તમે મને આટલો મોટો દગો આપ્યો, આખી દુનિયાને જાણ થઈ જવા છતાં તમે મારો હાથ ન પકડ્યો.

g clip-path="url(#clip0_868_265)">