Vadodara : પોલીસની દાદાગીરી, માફી માંગવા છતા પોલીસ કર્મીઓએ વેપારીને ઢોર માર માર્યો

|

Jul 12, 2021 | 11:28 AM

વડોદરા શહેરના વડસર વિસ્તારમાં રાત્રી કર્ફ્યૂ દરમિયાન એક પાનની ખુલ્લી હતી. તે જ સમયે માંજલપુર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલો સિવિલ ડ્રેસમાં આ દુકાનમાં ઘૂસી આવ્યા.

Vadodara : પોલીસની દાદાગીરી, માફી માંગવા છતા પોલીસ કર્મીઓએ વેપારીને ઢોર માર માર્યો
Police beat up a trader for keeping a shop open

Follow us on

સામાન્ય લોકો પોલીસના નામથી જ ડરી જાય છે, માટે જ કેટલીક વાર તો ગુનેગારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પણ ડરે છે. જેના કારણે દેશમાં મોટેભાગના ગુનાઓ તો નોંધાતા જ નથી. પોલીસ લોકોની સુરક્ષા માટે હોય છે પરંતુ ગુનેગારો નહી સામાન્ય માણસોને પોલીસથી વધુ ડરે છે. કોરોનાકાળમાં પોલીસ દ્વારા લોકોને માર મારવા અને ગરીબ લોકો પર દમન કરવાના કેટલાક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, ત્યારે વડોદરામાં (Vadodra) ફરીથી પોલીસે પોતાની સત્તાનો દુરપયોગ કર્યો હોવાની ઘટના સામે આવી છે.

વડોદરા શહેરના વડસર વિસ્તારમાં રાત્રી કર્ફ્યૂ (Night Curfew) દરમિયાન એક પાનની ખુલ્લી હતી તે જ સમયે માંજલપુર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલો સિવિલ ડ્રેસમાં આ દુકાનમાં ઘૂસી આવ્યા અને રાત્રી કર્ફ્યૂ દરમિયાન દુકાન કેમ ખુલ્લી રાખી છે એમ સવાલ કરતા વેપારી કઇ પણ સમજે તે પહેલા બંને કોન્સ્ટેબલ વેપારી પર તૂટી પડ્યા. વેપારી દ્વારા સતત માફી માંગવામાં આવતી હતી તેમ છતાં બંનેએ મળીને આ વેપારીને ખૂબ માર માર્યો.

મળતી માહિતી અનુસાર, માંજલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઠાકોર અને હરીશ ચૌહાણએ આ વેપારીને ઢોર માર માર્યો છે. બંને કોન્સ્ટેબલના માથે ખાખીનો ઘમંડ એ હદે સવાર હતો કે વેપારી દ્વારા માફી માંગવા છતાં તેમને જમીન પર પછાડીને બંનેએ તેને લાતો મારી. પોલીસના દમનની આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કોરોના કાળમાં કેટલાક પોલીસ કર્મીઓએ શાનદાર કામગીરી કરી છે. પોતાના જીવની ચિંતા કર્યા વિના કપરા કાળમાં પણ પોતાની ડ્યૂટી કરી છે. કેટલાક પોલીસ કર્મીઓ લોકોની આર્થિક મદદ કરતા પણ જોવા મળ્યા હતા અને કોરોનાને લઇને જાગૃતિ ફેલાવવાના પણ કેટલાક પ્રયત્નો કરતા જોવા મળ્યા હતા. ત્યારે કેટલાક ભ્રષ્ટ કર્મીઓના કારણે સમગ્ર પોલીસ ડીપાર્ટમેન્ટ બદનામ થાય છે અને ઇમાનદારી પૂર્વક પોતાની ડ્યૂટી કરતા પોલીસ કર્મીઓ સામે પણ સવાલો ઉભા થાય છે.

 

આ પણ વાંચો – Health Tips: ગોળની ચા પીવાના છે અનેક ફાયદા, જાણીને તમે ખાંડને કહી દેશો બાય બાય

આ પણ વાંચો – તો આ ખાસ રીતે વિરાટ-અનુષ્કાએ ઉજવ્યો વામિકાનો 6th Month Birthday, જુઓ તસ્વીરો

 

Published On - 11:17 am, Mon, 12 July 21

Next Article