Vadodara: કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલર ફાટ્યુ, 4 કર્મચારીના મોત અને 10 થી વધુને ઈજા
વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલર ફાટવાની ઘટના સામે આવી છે. કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલર ફાટ્યુ છે.
Vadodara: વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલર ફાટવાની ઘટના સામે આવી છે. કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલર ફાટ્યુ છે. બોઈલર ફાટતાં કેટલાક કર્મચારીઓ દાઝ્યા હોવાની પણ વિગતો મળી રહી છે. ત્યારે કર્મચારીઓને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી છે. ગંભીર રીતે દાઝી જતા 4 કર્મચારીના મોત થયા છે. ત્યારે 10થી વધુને ઈજા થઇ હોવાનું જાણવા મળ્યું છે.
જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ ગુજરાતમાં પંચમહાલના હાલોલમાં જીએફએલ કંપનીના બ્લાસ્ટમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. GFL કંપનીએ મૃતકોના સગાને 20 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. તો આ દરમ્યાન પંચમહાલની GFL કંપનીમાં લાગેલી આગ દરમિયાન દાઝેલા લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ત્યારે આરોગ્ય પ્રધાન નિમિષા સુથારે હોસ્પિટલમાં સારવાર લેતા લોકોને મળીને ખબર-અંતર પૂછ્યા હતા. નિમિષા સુથારે કહ્યું કે હવે કોઈની તબિયત ગંભીર નથી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 7 લોકોના સગાને સહાય ચુકવાશે. આ ઉપરાંત ઘાયલોને પણ વળતર ચુકવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પંચમહાલના હાલોલમાં જીએફએલ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. SDRFની ટીમના સર્ચ ઓપરેશનમાં વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. તો આ ઘટનામાં મૃત્યુઆંક 7 પર પહોંચી ગયો. જ્યારે નવ લોકો ઇજાગ્રસ્ત હતા. આ દુર્ઘટનામાં પીડિતોને આર્થિક સહાય આપવા અંગે કંપનીના સત્તાધિશોએ નિવેદન આપ્યું હતું.કંપનીએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને 20 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા સાત લાખની સહાય આપશે સાથે જ દુર્ઘટનાની તપાસ માટે ટેક્નિકલ ટીમ કામ કરી રહી હોવાનું પણ નિવેદન આપ્યું હતું.
#Vadodara : 10 suffer burn injuries after boiler blast in chemical factory.#Gujarat #TV9News pic.twitter.com/rNHvOHCy70
— tv9gujarati (@tv9gujarati) December 24, 2021
આ પણ વાંચો: ONGC Recruitment 2021: HR એક્ઝિક્યુટિવ અને PRO ની પોસ્ટ માટે મંગાવાઈ રહી છે અરજી, જાણો કઈ રીતે કરવું એપ્લાય