ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બહેન પટેલ બે દિવસની ગુજરાત મુલાકાતે

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બહેન પટેલ શનિવારથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે.જો કે તે સામાજિક કામ માટે ગુજરાત આવ્યા હોવાની માહિતી સામે આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 2:14 PM

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બહેન પટેલ શનિવારથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. જેના પગલે રાજકારણ ગરમાયું છે. જો કે તે સામાજિક કામ માટે ગુજરાત આવ્યા હોવાની માહિતી સામે આવી છે. તેમજ રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ તેમની ઔપચારિક મુલાકાત કરી આશીર્વાદ મેળવી શકે છે.

ઉલ્લેખનીય છે કે   ગુજરાતના નવા સીએમ ભુપેન્દ્ર પટેલ આનંદીબેન જૂથના માનવામાં આવે છે.  વર્ષ 2017માં ભુપેન્દ્ર પટેલની ધારાસભ્ય તરીકે ટિકિટ આપવાનો હટાગ્રહ પણ આનંદીબેનનો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે આનંદીબેને રાજીનામુ આપ્યું, ત્યારે તેઓ ઘાટલોડિયાના ધારાસભ્ય હતા. જો કે મુખ્યપ્રધાનતરીકે પદ પરથી ઉતર્યા બાદ ફરી ક્યારેય ચૂંટણી ના લડવાનો નિર્ણય કર્યો હતો, જેની જાણ પણ એમને મોવડી મંડળને કરી હતી.

આનંદીબેનની સક્રિય ભૂમિકા

જો કે વર્ષ 2017ની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં આનંદીબેન પટેલ સક્રિય ભૂમિકામાં જોવા મળ્યા હતા, ત્યારે ભુપેન્દ્ર પટેલના નામનો ભાજપના સિનિયર નેતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ આ નામ જ ઘાટલોડિયામાં ભાજપનો ઉમેદવાર બનશે એવો આગ્રહ રાખવામાં આવ્યો હતો અને અંતે મોડી રાતે અમદાવાદમાં ઉમેદવારના નામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ઘાટલોડિયામાં ભુપેન્દ્ર પટેલના નામ પર મહોર મારવામાં આવી હતી.

ગુજરાતમાં ભાજપ ભલે જૂથવાદ ના હોય એવી વાત કરે, પરંતુ આનંદીબેન તથા અમિત શાહ વચ્ચે નો ખટરાગ જગજાહેર હતો. આનંદીબેન જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપ્યું, ત્યારે પણ એમણે નીતિન પટેલ મુખ્યપ્રધાન બને એ માટે આગ્રહ રાખ્યો હતો અને આ નિર્ણય પર સંમતિ પણ સધાઈ ગઈ હતી. જો કે અંતિમ ઘડીએ નિર્ણય બદલાયો અને મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીની પસંદગી કરવામાં આવી.

ગુજરાત ભાજપની ગતિવિધિઓ પર સીધી નજર

આનંદી બેન ટૂંક સમય માટે મૌન રહ્યા. CM તરીકે રાજીનામુ આપ્યા પછી 6 મહિના બાદ એમને મધ્યપ્રદેશમાં રાજ્યપાલ બનાવવામાં આવ્યા, વર્તમાનમાં તેઓ યુપીના રાજ્યપાલ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. જો કે જેમ નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુજરાતની રાજનીતિમાં સીધી નજર હોય છે એ જ રીતે આનંદીબેન પટેલની પણ ગુજરાત ભાજપની ગતિવિધિઓ પર સીધી નજર હોય છે.

જે રીતે ભુપેન્દ્ર પટેલની CM તરીકે નિમણુંક થઈ છે, ત્યારે રાજકીય વર્તુળોમાં ફરી એક વાર ગુજરાતમાં આનંદીબેનનો હાથ ઉપર રહ્યો હોવાની ચર્ચા છે. કેમકે ભુપેન્દ્ર પટેલ આનંદી બેન જૂથના છે એ વાત જગજાહેર હતી અને છેલ્લી ઘડી સુધી આ નામની ચર્ચા પણ ન હતી, ભાજપમાં ધારાસભ્યની બેઠકમાં પણ અંતિમ પાટલી પર ભુપેન્દ્ર પટેલ બેઠા હતા. ત્યારે જે રીતે નવા નામની નિમણુંક થઈ છે, જેનાથી આનંદીબેનના જૂથમાં એક ખુશીનો માહોલ છે સાથે જ ફરી એકવાર આનંદીબેન ગુજરાતના રાજકારણમાં સક્રિય થયા હોવાની ચર્ચાએ વેગ પકડ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આચાર્ય કૌશલેન્દ્ર મહારાજના આશીર્વાદ મેળવ્યા

આ પણ  વાંચો: Gandhinagar : કૃષિમંત્રી રાઘવજી પટેલ વિધિવત રીતે સંભાળશે મંત્રાલયનો ચાર્જ

Follow Us:
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">