Corona: રાજ્યમાં દિન પ્રતિદિન વધી રહ્યો છે ઓક્સિજનનો વપરાશ, 5 દિવસમાં જ મેડિકલ ઓક્સિજનનો વપરાશ ડબલ થયો

|

Apr 14, 2021 | 8:58 PM

રાજ્યમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી છે. કોરોના વાઈરસના કારણે ઓક્સિજનના વપરાશમાં પણ વધારો થયો છે. માત્ર 5 દિવસમાં જ ઓક્સિજનની વપરાશ લગભગ ડબલ થઈ ગઈ છે.

Corona: રાજ્યમાં દિન પ્રતિદિન વધી રહ્યો છે ઓક્સિજનનો વપરાશ, 5 દિવસમાં જ મેડિકલ ઓક્સિજનનો વપરાશ ડબલ થયો
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

રાજ્યમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી છે. કોરોના વાઈરસના કારણે ઓક્સિજનના વપરાશમાં પણ વધારો થયો છે. માત્ર 5 દિવસમાં જ ઓક્સિજનની વપરાશ લગભગ ડબલ થઈ ગઈ છે. ડેટા મુજબ 9 એપ્રિલે રાજ્યમાં મેડિકલ ઓક્સિજનનો વપરાશ 472 મેટ્રિક ટન હતો, જે કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ છે. ત્યારે 4 એપ્રિલે એટલે કે માત્ર 5 દિવસ પહેલા જ ઓક્સિજનનો વપરાશ 234 મેટ્રિક ટન હતો. જેથી 5 દિવસમાં જ વપરાશ ડબલ થઈ ગયો છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

1 માર્ચ 2021ના રોજ મેડિકલ ઓક્સિજનનો વપરાશ 50 મેટ્રિક ટન હતો, જે 25 માર્ચ 2021ના રોજ 101 મેટ્રિક ટન થઈ ગયો હતો. જ્યારે 4 એપ્રિલે તે આંકડો વધીને 234 મેટ્રિક ટન પર પહોંચ્યો છે. ત્યારે માત્ર 5 દિવસમાં જ મેડિકલ ઓક્સિજનનો વપરાશ 472 મેટ્રિક ટન પર પહોંચ્યો છે. આ 472 મેટ્રિક ટન ઓક્સિજનમાંથી સરકારી હોસ્પિટલમાં 220 મેટ્રિક ટન અને પ્રાઈવેટ હોસ્પિટલમાં 252 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનનો વપરાશ થયો છે. આ આંકડા 9 એપ્રિલ સુધીના જ છે, ત્યારબાદ મેડિકલ ઓક્સિજનમાં વધારો પણ થઈ શક્યો હોય છે.

 

 

છેલ્લા 24 કલાકમાં 7,410 કેસ નોંધાયા 

રાજ્યમાં આજે 14 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7,410 કેસ નોંધાયા છે, જ્યારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 73 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 25(1 મૃત્યુ જિલ્લામાં), સુરતમાં 25 (1 મૃત્યુ જિલ્લામાં), રાજકોટમાં 9 (2 મૃત્યુ જિલ્લામાં), વડોદરામાં 7(1 મૃત્યુ જિલ્લામાં), બનાસકાંઠામાં 2, જુનાગઢમાં 2 (1 મૃત્યુ જિલ્લામાં), અમરેલી-ડાંગ-ગાંધીનગરમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,995 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,67,616 થઈ છે.

 

આ પણ વાંચો: Ahmedabad: ‘નવું લોહી’ સિવિલમાં સેવા કરવા બન્યું સજ્જ, 60 તાલીમાર્થી તબીબો ફ્રન્ટલાઈન વોરિયર્સ બની લડી રહ્યા છે મહામારી સામે

Next Article