અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની રોચક ગાથાઓ વિશે જાણો

|

Jul 04, 2019 | 6:39 AM

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. આ રથયાત્રાને લઈને સરકાર દ્વારા પણ સુરક્ષાની તૈયારી કરી દેવાઈ છે તો મંદિર પ્રશાસન દ્વારા પણ વિશેષ કાળજી લેવામાં આવી છે.મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે અને ખાસ કરીને કોઈ દૂર્ઘટના ના બને તે માટે મંદિર પ્રશાસને દોઢ કરોડનો વિમો પણ લીધો છે. Web Stories View […]

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની રોચક ગાથાઓ વિશે જાણો

Follow us on

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. આ રથયાત્રાને લઈને સરકાર દ્વારા પણ સુરક્ષાની તૈયારી કરી દેવાઈ છે તો મંદિર પ્રશાસન દ્વારા પણ વિશેષ કાળજી લેવામાં આવી છે.મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે અને ખાસ કરીને કોઈ દૂર્ઘટના ના બને તે માટે મંદિર પ્રશાસને દોઢ કરોડનો વિમો પણ લીધો છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અષાઢી બીજના દિવસે અમદાવાદમાં રથયાત્રા નીકળે છે. આ રથયાત્રાને લઈને એક મોટા પ્રસાદ વિતરણની પણ તૈયારી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને મગનો પ્રસાદ પણ બનાવવામાં આવ્યો છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથનું મંદિર પહેલાં જૂનું હતું બાદમાં તેનો જીર્ણોદ્વાર કરાયો અને 2000ની સાલમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પણ વિશેષ નામો દરેક રથને આપવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથજીનો જે રથ છે તેને નંદિઘોષ કહેવામાં આવે છે. બલભદ્રજીનો જે રથ છે તેને તલધ્વજ કહેવાય છે અને સુભદ્રાજીનો જે રથ છે તેને કલ્પધવ્જ નામે ઓળખવામાં આવે છે. ભગવાન જગન્નાથજીનો રથ લાલ અને પીળા રંગનો, બલભદ્રજીના રથનો રંગ લાલ અને ભૂરો તો સુભદ્રાજીના જે રથ હોય છે તેનો રંગ લાલ અને શ્યામ હોય છે.

આ પણ વાંચો:  રવિન્દ્ર જાડેજા અને પૂર્વ ખેલાડી સંજય માંજરેકર સોશિયલ મીડિયામાં બાખડ્યા, જાણો શું હતું કારણ?

રથયાત્રાની શરુઆત એક સોનાની સાવરણીથી રસ્તાને સાફ કરીને થાય છે. આ કામ રાજ્યના મુખ્યપ્રધાન કરે છે. જેને પણ એક નામ આપવામાં આવ્યું છે. તે પહિંદવિધિવના નામે ઓળખવામાં આવે છે. રથયાત્રા છે તેનો પ્રસાદ પણ એવી રીતે બનાવવામાં આવે છે કે આરોગ્યને લાભ થાય. પ્રસાદમાં મોટા પ્રમાણમાં મગ અને જાંબુ વહેંચવામાં આવે છે. હાલ અમદાવાદથી ગુજરાતમાં 72 ગામડાઓ અને શહેરોમાંથી આ યાત્રા કાઢવામાં આવે છે.

અમદાવાદમાં રથયાત્રામાં લાખો લોકો જોડાય છે પણ અમદાવાદ બાદ જો વાત કરીએ તો સૌથી મોટી રથયાત્રા ભાવનગર અને વલસાડમાંથી નીકળે છે. ભાવનગરમાં પણ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત અમદાવાદની જેમ ગોઠવી દેવાઈ છે.

[yop_poll id=”1″]

અમદાવાદ સિવાય દેશમાં સૌથી મોટી રથયાત્રા ઓડિશાના જગન્નાથ પુરીમાં નીકળે છે. જેને ઘોષયાત્રાના નામથી ઓળખવામાં આવે છે. જગન્નાથની રથયાત્રા માટે દર વર્ષે નવા રથ બનાવવામાં આવે છે. ટૂંકમાં તેને ફરીથી રંગરોગાન કરવામાં આવે છે. અમદાવાદનમાં જગન્નાથજી ભગવાન એક દિવસમાં નગરચર્યા કરીને પરત આવી જાય છે જ્યારે ઓડિસાના પુરીમાં તેઓ 10 દિવસ બાદ પરત ફરે છે.

અમદાવાદમાં ભગવાન મોસાળમાં એટલે કે પોતાના મામાને ત્યાં રોકાઈ છે અને ઓડિસામાં જે યાત્રા નીકળે છે તેમાં ભગવાન પોતાની માસીને ત્યાં રોકાઈ છે. આમ રથયાત્રા પોતાની અવનવી વાતોને લઈને એક ઐતહાસિક મહત્વ ધરાવે છે. અમદાવાદમાં આ રથયાત્રામાં અનેક લોકો જોડાઈ છે અને ભગવાનના દર્શન કરે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:21 am, Thu, 4 July 19

Next Article