કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે સરખેજ-ગાંધીનગર હાઇવેના બે બ્રિજનું લોકાર્પણ કરશે

આ ઉપરાંત રક્ષા શક્તિ યુનિવર્સીટીના ફલાય ઓવર માટે ઈ ખાત મુહર્ત પણ કરવામાં આવશે. જ્યારે 7 ઓગસ્ટના રોજ વિકાસ દિવસની ગાંધીનગરના મહાત્મા મંદિરથી ઉજવણી થશે.

ગુજરાત(Gujarat)  સરકારના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે શનિવારે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) વર્ચ્યુઅલ હાજર રહેવાના છે. આ દરમ્યાન શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુલ હાજરીમાં સરગાસણ અને ઘ 0 બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. આ પૂર્વે ચિલોડા સરખેજ હાઈવર પર ના 11 બ્રિજ પૈકી 5 બ્રિજ નું લોકાર્પણ થઈ ચૂક્યું છે. જેમાં વધુ 2 બ્રિજનું લોકાર્પણ થશે.

આ ઉપરાંત રક્ષા શક્તિ યુનિવર્સીટીના ફલાય ઓવર માટે ઈ ખાત મુહર્ત પણ કરવામાં આવશે. જ્યારે 7 ઓગસ્ટના રોજ વિકાસ દિવસ ની ગાંધીનગરના મહાત્મા મંદિરથી ઉજવણી થશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારના પાંચ વર્ષ પણ આવતીકાલે પૂર્ણ થઈ રહ્યા છે.

 

 

આ પણ વાંચો : Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હૉકી ટીમ સારુ રમી, સૌ કોઇએ ભારતને પ્રેરિત કર્યું તે જ જીત : શાહરુખ ખાન

આ પણ વાંચો : મહેન્દ્ર સિંહ ધોનીના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી દેવામાં આવ્યું, અચાનક આવું થતા કરોડો ચાહકોમાં નિરાશા

Click on your DTH Provider to Add TV9 Gujarati