મહેન્દ્ર સિંહ ધોનીના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી દેવામાં આવ્યું, અચાનક આવું થતા કરોડો ચાહકોમાં નિરાશા

ધોનીએ છેલ્લે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં તેના ટ્વિટર એકાઉન્ટ પર કંઈક લખ્યું હતું. ત્યાર બાદ તેણે એક પણ ટ્વિટ કર્યું નથી. ધોનીના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લૂ ટિક હટાવાથી લોકો ચોંકી ગયા છે. ધોનીના ચાહકોમાં નિરાશા છે.

મહેન્દ્ર સિંહ ધોનીના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી દેવામાં આવ્યું, અચાનક આવું થતા કરોડો ચાહકોમાં નિરાશા
Twitter removed blue tick from Dhoni's account

ટીમ ઈન્ડિયાના (Team India) પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) છેલ્લા બે દિવસથી ચર્ચામાં છે. અને તેની સતત ચર્ચાનું કારણ તેના ટ્વિટર એકાઉન્ટ સાથે સંબંધિત છે. ટ્વિટરે (Twitter) ધોનીના અકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી દીધું છે. જે તેની પ્રમાણિકતાના માપદંડની પુષ્ટિ કરે છે. ટ્વિટરે ધોનીના ખાતામાંથી બ્લુ ટિક દૂર કરવાનો નિર્ણય શા માટે લીધો તે હાલ સ્પષ્ટ નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તે સક્રિય ન હોવાને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે.

Twitter removed blue tick from Dhoni's account

ધોનીએ છેલ્લે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં તેના ટ્વિટર એકાઉન્ટ પર કંઈક લખ્યું હતું. ત્યાર બાદ તેણે એક પણ ટ્વિટ કર્યું નથી. તે જ સમયે, તે પહેલાં તેણે છેલ્લું ટ્વિટ સપ્ટેમ્બર 2020માં કર્યું હતું. એટલે કે, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનના બીજા ટ્વિટ વચ્ચે લાંબા અંતર છે. તેની નિષ્ક્રિયતાને જોતા એવું માનવામાં આવે છે કે, ટ્વિટરે તેના અકાઉન્ટમાંથી બ્લુ ટિક દૂર કરી દીધું છે.

ધોનીના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લૂ ટિક હટાવાથી લોકો ચોંકી ગયા છે. ધોનીના ચાહકોમાં નિરાશા છે. અને તેમના ચાહકો ટ્વિટર ઇન્ડિયાને નિશાન બનાવતો હોય તેમ લાગે છે. સાથે જ તેઓ એ પણ પૂછી રહ્યા છે કે આવું કેમ થયું?

જો આ વખતે ધોની પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવવા માટે હેડલાઇન્સમાં રહ્યો છે, તો તે પહેલા તે તેના 7 વર્ષ જૂના ટ્વિટને લઇને ચર્ચામાં હતો. ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ 2014માં ધોનીનું ટ્વીટ વાયરલ થયું હતું. જેમાં તેણે એ વર્ષે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર હોકી ટીમને અભિનંદન આપ્યા હતા.

 

આ પણ વાંચો: Tokyo Olympics 2020 Live : રેસલર બજરંગ પૂનિયાએ જીતી બીજી મેચ,ઇરાનના પહેલવાનને આપી મ્હાત,પહોંચ્યા સેમીફાઇનલમાં, રોમાંચક મુકાબલા બાદ ભારતીય મહિલા હૉકી ટીમની હાર, પણ બ્રિટેનને આપી જોરદાર ટક્કર

 

આ પણ વાંચો: Women’s Hockey Team : PM મોદીએ કહ્યું મહિલા હોકી ટીમ પર ગર્વ, ભારતની દીકરીઓ હૃદયને સ્પર્શી ગઈ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati