AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે કુંડળ સ્વામિનારાણ સત્સંગ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગમાં હાજર રહેશે અમિત શાહ, ગાયક દિલેર મહેંદી પણ લેશે ભાગ

આજે કુંડળ સ્વામિનારાણ સત્સંગ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગમાં હાજર રહેશે અમિત શાહ, ગાયક દિલેર મહેંદી પણ લેશે ભાગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 9:44 AM
Share

આજે કુંડળ સ્વામિનારાણ સત્સંગ શિબિરનો ઉદ્ઘાટન પ્રસંગ છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. સાથે જ ગાયક દિલેર મહેંદી પણ કાર્યક્રમમાં ભાગ લેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે અહેવાલ આવી રહ્યા છે કે અમિત શાહ કુંડળ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન માટે અવાના છે. આજે 10 કલાકે કુંડળ મંદિર ખાતે  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગાયક દિલેર મહેંદી આવશે. સ્વામિનારાણ સત્સંગની ૩૦ મી શિબિરનો ઉદ્ઘાટન પ્રસંગમા અમિત શાહ હાજરી આપશે. તમને જણાવી દઈએ કે 1 નવેમ્બર થી 9 નવેમ્બર સુધી આ શિબિર યોજાઈ રહી છે. ત્યારે આ પ્રસંગે અમિત શાહના હસ્તે 36 ફૂટ ઊંચી ભક્તેશ્વર મહાદેવજી મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે.

તો જણાવી દઈએ કે થોડી ક્ષણો પહેલા જ શાહે અમદાવાદને મોટી ભેટ આપી છે. 1 નવેમ્બર સવારે સોલા ઓવરબ્રિજથી ગોતા સુધીના અઢી કિલોમીટરના એલિવેટેડ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તથા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું.

આ બ્રિજના લોકાર્પણ બાદ ગાંધીનગર-સરખેજની મુસાફરી એકદમ સરળ બનશે. અગાઉ થલતેજ અંડરપાસથી સોલા ઓવરબ્રિજ સુધીના 51 કારોડના ખર્ચે બનેલો 1.5 કિલોમીટરનો બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારે હવે સોલા ઓવરબ્રિજથી ગોતા સુધીના 2.5 કિલોમીટરના બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. બ્રિજના લોકાર્પણ માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. આ બ્રિજનું લોકાર્પણ થતા હવે વાહનચાલકોને કારગીલ ચાર રસ્તા અને સોલા ભાગવત ચાર રસ્તાના ટ્રાફિક માંથી મુક્તિ મળશે. બ્રિજને ખુલ્લો મુકાયા બાદ વાહન ચાલકોને સરખેજથી ખોડિયારનગર સુધી જવું સરળ બની રહેશે.

 

આ પણ વાંચો: અમદાવાદના સૌથી લાંબા બ્રિજનું શાહના હસ્તે થયું લોકાર્પણ: જાણો SG હાઈવેના આ બ્રિજની વિશેષતાઓ અને ખર્ચ

આ પણ વાંચો: વિવાદ વધતા તપાસ થઇ તેજ: ભચાઉમાં નેર ગામમાં દલિતો પર હુમલાની ઘટનામાં ​અન્ય 10 આરોપીઓની ધરપકડ

Published on: Nov 01, 2021 09:38 AM
g clip-path="url(#clip0_868_265)">