વિવાદ વધતા તપાસ થઇ તેજ: ભચાઉમાં નેર ગામમાં દલિતો પર હુમલાની ઘટનામાં ​અન્ય 10 આરોપીઓની ધરપકડ

ભચાઉમાં નેર ગામમાં દલિતો પર હુમલાની ઘટનામાં વિવાદ વધતા તપાસ તેજ થઇ છે. પોલીસે અગાઉ 5 આરોપી ઝડપ્યા હતા. બાદમાં હવે ​અન્ય 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 8:11 AM

કચ્છના ભચાઉ તાલુકાના નેર ગામે અનુસૂચિત જાતિના વ્યક્તિઓ પર હુમલાની ઘટનાને લઈને પોલીસે તપાસ વધુ તેજ કરી છે. આ ઘટનામાં પોલીસે વધુ 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ પહેલા પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 15 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પૂર્વ કચ્છ પોલીસે 12 ટીમો બનાવી હતી. મહત્વનું છે કે મંદિરમાં દર્શન કરવા બાબતે દલિત પર હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વિવાદ વધતા હવે પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે કચ્છમાં દલિત અત્યાચાર મામલે રાજકારણ પણ ગરમાયું હતું. કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ આંદોલનની જાહેરાત કરી હતી. કહ્યું હતું કે, કચ્છ જિલ્લાના રાપર તાલુકાના વરણું ગામે દલિત સમાજની મંડળીની જમીનમાં મંદિર ઉભુ કરવામાં આવ્યું છે. એ મંદિરમાં દલીત સમાજના લોકો 1 તારીખે પ્રવેશ કરશે. સરકાર પર ગંભીર આક્ષેપ કરતા જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, સરકારે રાજ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે તકેદારી લેવી જોઈએ પરંતુ સરકાર આ મુદ્દે મૌન છે.

તો અનુસૂચિત જાતિના લોકો થયેલા અત્યાચારની ઘટનામાં રાજ્ય સરકારે ભોગ બનનાર 6 વ્યક્તિઓ 21 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. બીજી તરફ આ ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: LPG Cylinder New Prices: મોંઘવારીએ વધુ એક ફટકો માર્યો, દિવાળી પહેલા LPG Cylinder 268 રૂપિયા મોંઘો થયો

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : ઇંધણના સતત વધતા ભાવ આમ આદમીની કમર તોડી રહ્યા છે, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">