ભગવાનને બે હાથ જોડી બે તસ્કરોએ મંદિરમાં કરી ચોરી, જુઓ ઘટનાના લાઈવ ફૂટેજ અહેવાલમાં

|

Aug 26, 2021 | 9:31 PM

મંદિર પરિસરમાં ચોરી કરવા પ્રવેશેલા બે તસ્કરો મંદિરમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા. ભગવાન ભોલેનાથને પગે લાગી 2 તસ્કરો આખે આખી દાનપેટી જ ઉઠાવી ગયા હતા.

સમાચાર સાંભળો
ભગવાનને બે હાથ જોડી બે તસ્કરોએ મંદિરમાં કરી ચોરી, જુઓ ઘટનાના લાઈવ ફૂટેજ અહેવાલમાં
Shiv temple

Follow us on

પવિત્ર શ્રાવણ માસમાં હવે ભગવાન પણ સુરક્ષિત નહિ રહ્યા હોવાનો કિસ્સો અંકલેશ્વરના ભડકોદ્રા ગામેથી બહાર આવ્યો છે. રાતે કેદારનાથ મહાદેવ મંદિરે ત્રાટકેલા 2 તસ્કરોએ ભગવાનને પગે લાગી આખે આખી દાનપેટીની ચોરી કરી લીધી છે. ભગવાનના ચઢાવાની ચોરીની ઘટના CCTV માં કેદ થઈ ગઈ છે.

પવિત્ર શ્રાવણ માસમાં ભોળાશંભુની ભક્તિનો નિરંતર પ્રવાહ વહી રહ્યો છે. લોકો જપ, તપ, દાન, ઉપવાસ કરી મહાદેવની પૂજા કરી પુણ્ય મેળવવા પ્રભુ કામના કરી રહ્યાં છે. આ સમયે ભગવાનને દાન રૂપે ચઢવાતો ચઢાવો અને તેમનું મંદિર પણ સુરક્ષિત રહ્યાં નથી. કોરોના મહામારી અને દુકાળની પરિસ્થિતિ વચ્ચે ભરૂચ જિલ્લામાં પણ આર્થિક ગુનાખોરી વધે તેવી શકયતા છે.

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

આવા સમયે તસ્કરો હવે ભગવાનને જ નિશાન બનાવી રહ્યા હોવાનો કિસ્સો અંકલેશ્વરના ભડકોદ્રા ગામેથી સામે આવ્યો છે. બુધવારે રાતે ગામના કેદારનાથ મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા હતા.

મંદિર પરિસરમાં ચોરી કરવા પ્રવેશેલા બે તસ્કરો મંદિરમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા. ભગવાન ભોલેનાથને પગે લાગી 2 તસ્કરો આખે આખી દાનપેટી જ ઉઠાવી ગયા હતા.

સીસીટીવીમાં બે ચોર મંદિરમાં પ્રવેશતા સ્પષ્ટ નજરે પડે છે. આ ચોરે ભગવાનને બે હાથ જોડી નમન કર્યા હતા અને બાદમાં ચોરીના કામમાં લાગ્યા હતા. મંદિરમાં મુકાયેલી દાનપેટી તોડી પૈસા કાઢવાના સ્થાને ચોર આખી દાનપેટીઝ ઉઠાવી રવાના થઇ ગયા હતા

સવારે ચોરીની જાણ ટ્રસ્ટીઓને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. મંદિરે પોલીસે દોડી આવી CCTV કબ્જે લઈ તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે. જોકે શ્રાવણ માસમાં મંદિરે શ્રદ્ધાળુઓએ દાન પેટીમાં કેટલા રૂપિયાનું દાન કર્યું હતું અને અંદર કેટલા નાણાં હતા તેની વિગતો બહાર આવી નથી.

 

આ પણ વાંચો :   આમોદના તેગવા ગામે ખેડૂતોએ કપાસના પાકની સ્મશાન યાત્રા કાઢી , જાણો આમ કરવા પાછળ શું હતું કારણ

આ પણ વાંચો :  ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથની ઉજવણી કરાઈ , માતાજીના પ્રતીકસમા કાજરાને ચૂંદડી અર્પણ કરી ઉત્સવ મનાવાયો

Next Article