ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથની ઉજવણી કરાઈ , માતાજીના પ્રતીકસમા કાજરાને ચૂંદડી અર્પણ કરી ઉત્સવ મનાવાયો

કાજરા ચોથનાં ઉત્સવ અંગે ભાગવત ગીતાના નવમાં સ્કંધના પંદરમાં અને સોળમાં અધ્યાયમાં તહેવારની કથાવાર્તાનો ઉલ્લેખ જોવા મળે છે. પિતાના મૃત્યુનો બદલો લેવા પરશુરામ ભગવાન પૃથ્વી પરથી ક્ષત્રિયોનો નાશ કરવા આવ્યા તે સમયે ક્ષત્રિયો બચાવ માટે હિંગળાજ માતાની શરણે પહોંચ્યા હતા.

ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથની ઉજવણી કરાઈ , માતાજીના પ્રતીકસમા કાજરાને ચૂંદડી અર્પણ કરી ઉત્સવ મનાવાયો
Kajra Choth
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 4:02 PM

ગુજરાતમાં એક માત્ર ભરૂચ શહેરમાં ક્ષત્રિય (ખત્રી) સમાજ દ્વારા વર્ષોથી ઉજવાતા કાજરા ચોથનાં તહેવારની સતત બીજા વર્ષે ગુરૂવારે સાદગીથી કરવામાં આવી હતી. ભરૂચ શહેરનાં સેવાશ્રમ રોડ સ્થિત સિંધવાઇ માતાજીના મંદિર ખાતેથી હિંગળાજ માતાના પ્રતીકસમા કાજરાને નચાવવામાં આવ્યો હતો.

કાજરા ચોથનાં ઉત્સવ અંગે ભાગવત ગીતાના નવમાં સ્કંધના પંદરમાં અને સોળમાં અધ્યાયમાં તહેવારની કથાવાર્તાનો ઉલ્લેખ જોવા મળે છે. પિતાના મૃત્યુનો બદલો લેવા પરશુરામ ભગવાન પૃથ્વી પરથી ક્ષત્રિયોનો નાશ કરવા આવ્યા તે સમયે ક્ષત્રિયો બચાવ માટે હિંગળાજ માતાની શરણે પહોંચ્યા હતા. ચૈત્રવદ અમાસના દિવસે તેમણે હાલા પર્વતમાં હિંગળાજ માતાજીનું સ્થાપન કર્યું હતું.

સમસ્ત ક્ષત્રિયો માં હિંગળાજના શરણે બચાવ પામ્યા પરંતુ શસ્ત્રો છીનવાઈ જતા ગુજરાન ચલાવવા કોઇ સાધન નહી હોવાથી પુન: તેમણે માતાની પ્રાર્થના કરી આજિવિકા ચલાવવા રસ્તો બતાવવા કહ્યું હતા. માં એ ફરીથી પોતાના સંતાનો ઉપર દયા દાખવી તેમને હાથવણાટનો હુન્નર બતાવ્યો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

હાથ વણાટનાં હુન્નરનો ઉપયોગ કરી ક્ષત્રિયો દ્વારા સૌથી પહેલા 9 દિવસની મહેનત બાદ એક ચૂંદડી બનાવાઇ હતી. જે ચૂંદડી શ્રાવણ વદ ચોથનાં દિવસે સમાજના લોકો દ્વારા માતાજીને ઓઢાડવામાં આવી હતી. ત્યારથી ભરૂચમાં વસતો ક્ષત્રિય (ખત્રી) સમાજ કાજરા ચોથના નામે આ ઉત્સવની ઉજવણી કરે છે.

શ્રાવણ સુદ અગિયારસના દિવસથી સમાજના દરેક ઘરમાં માતાજીના જવારાની સ્થાપના થાય છે. શ્રાવણ વદ ચોથના દિવસે એક બાજટ ઉપર માતાજીને બેસાડી તેમને ચૂંદડી ઓઢાડવામાં આવે છે. કાજરાનું પ્રતિક લઇને સૌ જ્ઞાતિજનો શહેરનાં સિંધવાઇ માતાના મંદિરે જાય છે પૂજા કરાય છે. જે બાદ કાજરાના પ્રતિકને સિંધવાઇ માતાના ચોકમાં માતાજીના બાજટને માથે બેસાડી નચાવવામાં આવે છે.

કોરોના કાળમાં આ વર્ષે પણ કાજરા ચોથનો ઉત્સવ સાદગીથી મનાવવામાં આવશે. સેવાશ્રમ રોડ સ્થિત સિંધવાઇ માતાજીના મંદિરેથી હિંગળાજ માતાનો સમાજના લોકો એકત્રિત થયા હતા. કાજરાનાં પ્રતિકનું કબીરપુરા ખત્રીવાડમાં સમાજના દરેક ઘરે નમન કરવામાં આવ્યું હતું. બરાનપુરા ખત્રીવાડમાં આવેલા હિંગળાજ માતાના મંદિરે કાજરાને વિદાય આપી નર્મદા નદીમાં વિસર્જન કરાશે.

આ પણ વાંચો :   જંબુસરમાં કોંગ્રેસ પ્રમુખના ફાર્મહાઉસમાં ધમધમતી નશીલા પદાર્થની ફેક્ટરી ઝડપાઇ, પ્રતિબંધિત એફેડ્રિન ડ્રગ્સ સાથે 3 ની ધરપકડ

આ પણ વાંચો :  શું દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર ફરી ઠપ્પ થશે? જાણો કેમ 1000 ઉદ્યોગો બંધ થવાની સર્જાઈ ચિંતા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">