TV9 IMPACT: અહેવાલ પ્રસારિત થયા બાદ નર્મદામાં RTPCR લેબ શરૂ

નર્મદા જિલ્લામાં ટીવી 9ના અહેવાલની અસર થઈ છે. ટીવી 9એ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે નર્મદા જિલ્લામાં RTPCR લેબ જ નથી અને જેને કારણે લોકો સુપર સ્પ્રેડર બન્યા છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 06, 2021 | 4:51 PM

TV9 IMPACT: નર્મદા જિલ્લામાં રોજ 50 કેસો કોરોના પોઝિટીવના સામે આવી રહ્યા છે ખાસ કરીને જિલ્લાના ગામડાઓમાં હાલ કેસો વધી રહ્યા છે. નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગના લોકો RTPCR ટેસ્ટના સેમ્પલ તો લઈ રહ્યા છે પણ તેના રિપોર્ટ આવે છે 3થી 4 દિવસ પછી જેનું કારણ છે નર્મદા જિલ્લામાં આ ટેસ્ટિંગના રિપોર્ટ કરવા માટે કોઈ લેબ જ ના હોય દર્દી સુપર સ્પ્રેડર બની જતો હતો. જે અંગે ટીવી9માં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

નર્મદા જિલ્લામાં ટીવી 9ના અહેવાલની અસર થઈ છે. ટીવી 9એ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે નર્મદા જિલ્લામાં RTPCR લેબ જ નથી અને જેને કારણે લોકો સુપર સ્પ્રેડર બન્યા છે. સરકારે જાહેરાત કરી પણ લેબ શરૂ થઈ નથી એ પ્રકારનો અહેવાલ પ્રસારિત થયો હતો, જેની અસરને પગલે નર્મદા જિલ્લા કોવિડ હોસ્પિટલ ખાતે લેબની શરૂઆત થઈ ગઈ છે અને 200 જેટલા સેમ્પલનું ટેસ્ટિંગ પણ થઈ ગયું છે.

નર્મદા જિલ્લામાં કોવિડ હોસ્પિટલ ખાતે RTPCR લેબની શરૂઆત થઈ છે. અત્યાર સુધી RTPCRના ટેસ્ટિંગ થતા હતા પણ રિપોર્ટ માટે બરોડા અથવા તો અમદાવાદ ખાતે સેમ્પલ મોકલવામાં આવતા હતા. જેને કારણે રિપોર્ટ આવતા 3થી 4 દિવસ થઈ જતા હતા અને દર્દીની સારવાર શરૂ કરવામાં પણ સમય લાગતો હતો.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને નર્મદા જિલ્લા પ્રભારી સચિવ એસ જે હૈદર અને નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ. શાહે લેબ શરૂ કરવા માટે રજુઆત કરી હતી. મુખ્યમંત્રીએ મંજૂરી પણ આપી દીધી હતી પણ જરૂરી સાધનોને કારણે આ લેબને શરૂ થતાં 15 દિવસનો સમય લાગી ગયો હતો પણ હવે લેબ શરૂ થઈ ગઈ છે, જેથી હવે RTPCRના રિપોર્ટ રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતેથી 24 કલાકમાં મળી જશે અને દર્દીની સારવાર પણ વેહલી તકે શરૂ થશે.

આ પણ વાંચો: Bhavnagar: શહેરો બાદ ગામડાઓમાં પણ કોરોનાનો કાળો કેર, સંક્રમણ વધતા જિલ્લા તંત્ર થયું સતર્ક

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">