AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અજમાવી જુઓ, તમારા ચહેરાના સૌદર્ય-નિખાર માટે મેકઅપ નહી, ફુલોથી બનેલા ફેસપેક લગાવો

ફક્ત મેકઅપ જ નહીં પણ કુદરતે બક્ષેલા ફૂલોથી પણ કુદરતી સૌંદર્ય મેળવી શકાય છે. રંગબેરંગી અને મહેકતાં ફૂલોને જોઈને મન ખુશ થઇ જાય છે. પણ આ જ ફૂલોના નિયમિત ઉપયોગથી ત્વચાની રંગત પણ નિખારી શકાય છે. ફૂલોના રસથી ત્વચામાં ટાઈટનેસ આવે છે, ફૂલોનું તેલ પણ ચહેરાની ત્વચાને સોફ્ટ અને હેલ્ધી બનાવે છે. તમને બતાવીએ ફૂલોના […]

અજમાવી જુઓ, તમારા ચહેરાના સૌદર્ય-નિખાર માટે મેકઅપ નહી, ફુલોથી બનેલા ફેસપેક લગાવો
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:08 PM
Share

ફક્ત મેકઅપ જ નહીં પણ કુદરતે બક્ષેલા ફૂલોથી પણ કુદરતી સૌંદર્ય મેળવી શકાય છે. રંગબેરંગી અને મહેકતાં ફૂલોને જોઈને મન ખુશ થઇ જાય છે. પણ આ જ ફૂલોના નિયમિત ઉપયોગથી ત્વચાની રંગત પણ નિખારી શકાય છે. ફૂલોના રસથી ત્વચામાં ટાઈટનેસ આવે છે, ફૂલોનું તેલ પણ ચહેરાની ત્વચાને સોફ્ટ અને હેલ્ધી બનાવે છે. તમને બતાવીએ ફૂલોના ફેસપેકથી કેવી રીતે ચહેરો નિખારી શકાય છે.

Try it, not makeup, face pack made of flowers will give your face beauty 1

ગુલાબ દુનિયાભરમાં પ્રેમના પ્રતીક ગણાતા ગુલાબને બ્યુટી પ્રોડક્ટમાં સૌથી વધારે વાપરવામાં આવે છે. ગુલાબજળ ત્વચા અને વાળને ધીરેધીરે મોઇશચરાઈઝ કરે છે. પીએચ લેવલ સંતુલિત કરીને ખીલમાં ફાયદો કરે છે. ખોડા અને ડ્રાય સ્કલ્પને દૂર કરે છે. કેવી રીતે બનાવશો ફેસ પેક ? તાજા ગુલાબની પાંદડીઓને એક કલાક પાણીમાં પલાળો. એને ગ્રાઈન્ડરમાં નાંખીને પેસ્ટ બનાવો. પેસ્ટને બાઉલમાં કાઢીને તેમાં દહીં, મધ મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો. આખા શરીર પર પણ આ પેસ્ટ લગાવી શકો છો. પેસ્ટ બહુ પતળી ન હોય તેનું ધ્યાન રાખો. –ચહેરાને લાઈટ કરવા અને દાગ ધબ્બા દૂર કરવા સુખડનો પાઉડર, દૂધ અને ગુલાબજળ મિક્સ કરીને લગાવો. 20 મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ નાંખો.

Try it, not makeup, face pack made of flowers will give your face beauty 2

જાસુદ : મૃત કોશિકાઓથી છુટકારો મેળવવા અને ત્વચાને શુદ્ધ કરવા જાસુદનું ફૂલ મદદ કરે છે. ચહેરાના વણજોઇતા ડાઘ અને સ્મૂધ કોમ્પલેકશન મેળવવા અને વાળ માટે ફાયદાકારક છે. જાસૂદના પાણીથી માથું ધોવાથી વાળનો ગ્રોથ વધે છે, વાળ મુલાયમ થાય છે, એનાથી સફેદ વાળ પણ છુપાવી શકાય છે. કેવી રીતે બનાવશો ફેસ પેક ? જાસૂદનો ફેસ પેક બનાવવા જાસૂદના ફૂલોને એક અઠવાડિયા સુધી દરરોજ તડકામાં મુકો. સુકાયેલા ફૂલને ગ્રાઈન્ડ કરીને પાઉડર બનાવો. પાઉડરમાં બ્રાઉન રાઇસનો લોટ મિક્સ કરો. એમાં દહીં અને એલોવેરા જેલ મિક્સ કરો. આ પેક અઠવાડિયામાં બે વાર લગાવો તે સુકાઈ જાય એટલે ભીના કપડાથી હળવેથી લૂછી નાંખો.

Try it, not makeup, face pack made of flowers will give your face beauty 3

ચમેલી : સુગંધી ફૂલ ચમેલીમાં એન્ટી એજિંગ અને ચહેરા પર થયેલી ગંદકી દૂર કરવાની ક્ષમતા છે. ચમેલીના ફૂલમાંથી બનેલું તેલ, ક્રીમ કે સીરમ ડ્રાયનેસ દૂર કરે છે. તે હેર ફોલિકલ્સને મજબૂત કરે છે. તેનાથી વાળ ઓછા તૂટે છે અને ભરાવદાર અને મજબૂત બને છે. કેવી રીતે બનાવશો ફેસ પેક ? ચમેલીની પાંદડીઓને ઉકાળી નિતારી લઈને એમાં મલાઈ મિક્સ કરીને ચહેરા પર લગાવો. 15 મિનિટ બાદ હૂંફાળા પાણીથી ધોઈ નાંખો. ત્વચા કોમળ અને શાઈની બનશે.

Try it, not makeup, face pack made of flowers will give your face beauty 4

ગલગોટા : સનબર્ન અને રેશીશનો ઈલાજ કરવાની સાથે ડાઘ અને કાળા ધબ્બા ઓછા કરે છે. ન્યુ સ્કિન ટીસ્યુનો ગ્રોથ વધે છે. સ્કિનના નુકશાન થયેલા ભાગ પર બ્લડ સર્ક્યુલેશન વધારે છે. કેવી રીતે બનાવશો ફેસ પેક ? ગલગોટાની પાંદડી વાટી તેમાં દહીં અને સુખડનો પાઉડર મિક્સ કરો. 20 મિનિટ લગાવી ઠંડા પાણીથી ધોઈ નાંખો. જો તમારી ત્વચા ઓઈલી હોય તો ગલગોટાની પાંદડીના પાઉડર સાથે આમળાનો પાઉડર મિક્સ કરો. એમાં દહીં અને લીંબુનો રસ કરી ઘટ્ટ પેસ્ટ બનાવો અને તે ચહેરા અને ગરદન પર લગાવો. 20 મિનિટ બાદ ધોઈ નાંખો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો) 

આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
g clip-path="url(#clip0_868_265)">