BHARUCH : કરો એક નજર ભરૂચની 5 મુખ્ય ખબરો ઉપર
ભરૂચ જિલ્લામાં આજરોજ 408 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ જિલ્લામાં અત્યાર સુધીનો એક દિવસનો સૌથી વધુ નોંધાયેલ કેસનો આંક છે.

દેશમાં કોરોના(Corona)ના ચિંતાજનક સ્તરે પહોંચેલા સંક્રમણથી ગભરાટ દેખાઈ રહ્યો છે. સતત વધતા કેસ ત્રીજી લહેર પીક ઉપર હોવાનો ઈશારો કરી રહી છે જોકે કોરોનાના આ વેરિએન્ટની ગંભીર અસરો સામે આવી ન હોવાથી કંઈક અંશે હાશકારો પણ અનુભવાયો છે. કોરોના ઉપરાંત ભરૂચમાં અજગર નજરે પડવાની અને પોલીસની કાર્યવાહી પણ મુખ્ય ખબરો પૈકી સ્થાન પામી હતી.
કોરોનાના 400 થી વધુ દર્દી નોંધાયા
ભરૂચ જિલ્લામાં આજરોજ 408 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ જિલ્લામાં અત્યાર સુધીનો એક દિવસનો સૌથી વધુ નોંધાયેલ કેસનો આંક છે. આ અગાઉ બુધવારે ૩૦૦ અને મંગળવારે ૨૦૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા. બે દિવસથી સતત કેસમાં આ પેટર્નથી થતો વધારો ચિંતા સર્જી રહ્યો છે.બીજી તરફ આજે ૨૧૬ દર્દીઓએ કોરોનાને માત આપી છે. ત્રીજી લહેરમાં કોરોનાના કારણે ૨ લોકોના મોત નિપજ્યા છે.

નહેરમાં અજગર નજરે પડ્યો હતો
મહાકાય અજગર નજરે પડ્યો
જંબુસરના સારોદ ગામ નજીકથી પસાર થતી નહેરમાં મહાકાય અજગર(Python) નજરે પડતા સ્થાનિકોમાં કુતુહુલ ફેલાયું હતું. અજગર ૮ થી ૧૦ ફુટ લાંબો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. સ્થાનિકોને આ બાબતની જાણ થતા નહેર આસપાસ ટોળા એકત્રિત થયા હતા. ઘટનાની તંત્રને જાણ કરવામાં આવી હતી.

તિલક પટેલ નામના શક્શની પાસા હેઠળ ધરપકડ કરાઈ
માથાભારે શકશને પાસા હેઠળ જેલ ભેગો કરાયો
ભરૂચમાં દારૂની બળી ફેલાવવામાં અને મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા શક્શની સી ડિવિઝન પોલીસે પાસા ધારા હેઠળ ધરપકડ કરી છે. તિલક હરિકૃષ્ણ પટેલની ધરપકડ કરી તેને પાલનપુર જેલ રવાના કરાયો હતો. આ રોપી વિરુદ્ધ દારૂની ખેપ અને હેરાફેરી તેમજ હુમલા કરવાના ગુના નોંધાયેલા છે.
લૂંટારુ ટોળકીનો હિસ્સો બની ગયેલા કિશોરને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને સોંપાયો
અંકલેશ્વરમાં લૂંટારુ ટોળકીનો હિસ્સો બની ગયેલા કિશોરને ઝડપી પાડી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવામાં આવ્યો હતો.આ બાળક લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનાઓમાં સક્રિય ભૂમિકા ભજવી ચુક્યો હતો જે કાયદાના સંઘર્ષમાં આવતા કાર્યવાહી કરવામાં આવી હતી.

7 જુગારીયાઓને ઝડપી પડાયા
અંકલેશ્વરમાં દરોડા પાડી જુગારીયો સામે કાર્યવાહી કરાઈ
ભરૂચ કરાઈમ બ્રાન્ચે અંકલેશ્વરમાં દરોડો પાડી ૭ જુગારીયાઓને ઝડપી પડ્યા હતા. પોલીસે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી ૭૦ હજાર રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓની કોરોના ગાઇડલાઇન હેઠળ તબીબી તપાસની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં આજે કોરોનાના નવા 24,485 કેસ, 13ના મોત