આજનું હવામાન : રાજ્યમાં પવન સાથે કમોસમી વરસાદની આગાહી, ઠંડીનો પારો ગગડે તેવી શક્યતા, જુઓ વીડિયો

|

Mar 03, 2024 | 7:57 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કમોસમી વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠું થઈ શકે છે.

આજનું હવામાન : રાજ્યમાં પવન સાથે કમોસમી વરસાદની આગાહી, ઠંડીનો પારો ગગડે તેવી શક્યતા, જુઓ વીડિયો
Monsoon

Follow us on

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કમોસમી વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠું થઈ શકે છે. જ્યારે આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં પણ કમોસમી વરસાદ ખાબકે તેવી સંભાવના છે. ઇન્ડ્યુઝ સાઇક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સક્રિય થતા રાજ્યમાં વરસાદ પડી શકે છે. જેના પગલે આજે ઠંડીનો પારો ગગડે તેવી શક્યતા છે.

પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...
Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?

રાજ્યમાં ઠંડીનો પારો ગગડશે

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ અને વલસાડમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરા અને ભાવનગરમાં 22 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ રાજકોટમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ પોરબંદરમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. પાલનપુર,ભૂજમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. સુરતમાં 31 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

રાજ્યમાં મહત્તમ તાપમાન કેટલુ રહેશે

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે અમદાવાદ, વડોદરા, ભૂજ, પાલનપુર સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.રાજકોટમાં 22 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.પોરબંદર, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 23 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદનું આગમન થયું હતુ. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં જ્યાં વરસાદના કારણે ખુલ્લામાં રહેલા ઘઉં, ધાણા અને ચણા સહિતનો પાક પલળ્યો.જો કે મોટું નુકસાન નથી થયું. આ તરફ રાજકોટના જામકંડોરણા તાલુકાના અનેક ગામોમાં છૂટોછવાયો વરસાદ થયો. જેથી શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે.

આ તરફ રાજકોટના પડધરી અને આસપાસના ગામોમાં પણ કમોસમી વરસાદ પડ્યો. આ સાથે કચ્છના અંજાર અને ગાંધીધામ તાલુકામાં પણ વરસાદે એન્ટ્રી મારી. જેથી પાક બગડવાની ભીતિને લઇ જગતનો તાત ચિંતામાં મૂકાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:50 am, Sun, 3 March 24

Next Article