Mehsana: બહુચરાજીમાં ત્રીદિવસીય ચૈત્રી ઉત્સવનો પ્રારંભ, 10 લાખથી વધુ ભક્તો માટે વ્યવસ્થા કરાઈ
દર્શનાર્થીઓને પૂર્વના દરવાજાથી તેમજ પગપાળા સંઘોને પશ્ચિમ દરવાજાથી પ્રવેશ અપાયો હતો. ગરમીને ધ્યાને રાખી મંદિર પરિસરમાં મંડપ બાંધવામાં આવ્યો છે, તો 100 સ્પ્રીંકલર ફૂવારા પણ ગોઠવવામાં આવ્યા છે.
મહેસાણા (Mehsana) જિલ્લાના બહુચરાજી (Bahucharaji) માં ત્રીદિવસીય ચૈત્રી ઉત્સવનો પ્રારંભ થયો છે. બહુચરધામે શરૂ થયેલા મેળા (Fair) માં મોટી સંખ્યામાં માઈભક્તો (devotees) ઉમટી પડ્યા છે. મહામંત્રી રજનીભાઈ પટેલ, ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્વારા રિબીન કાપીને વિધિવત મેળાનો પ્રારંભ કરાયો હતો. દર્શનાર્થીઓને પૂર્વના દરવાજાથી તેમજ પગપાળા સંઘોને પશ્ચિમ દરવાજાથી પ્રવેશ અપાયો હતો. ગરમીને ધ્યાને રાખી મંદિર પરિસરમાં મંડપ બાંધવામાં આવ્યો છે, તો 100 સ્પ્રીંકલર ફૂવારા પણ ગોઠવવામાં આવ્યા છે. આ સાથે દર્શન માટે લાઇનમાં ઊભેલા ભક્તો માટે ઠંડુ પાણી તેમજ છાસની વ્યવસ્થા કરાઈ હતી. હાઇવે સ્થિત બહુચર ભોજનાલયમાં યાત્રિકો માટે ગરમાગરમ ભોજનની વિનામૂલ્યે સુવિધા પણ ઉભી કરાઇ છે. કાયદો-વ્યવસ્થા જાળવવા મેળામાં 7 પીઆઇ, 30 પીએસઆઇ સહિત 798 પોલીસ તૈનાત રહેશે.
મેળામાં યાત્રિકોને મુશ્કેલી ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ સગવડો ઉપલ્બધ કરાવી છે.યાત્રિકોની સુરક્ષા માટે પોલીસ જવાનો પણ ખડેપગે સેવાઆપી રહ્યા છે.10 લાખથી વધારે ભક્તોની સુખસગવડ માટે વિવિધ કમીટીઓ અને ટ્રસ્ટીઓ કાર્યરત છે. કલેકટર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં મેળામાં નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે ખાસ સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ વડોદરામાં પણ સાયન્સ સિટી બનાવવાની તૈયારીઓ શરૂ, મેયરે ગાંધીનગરમાં આ અંગે ચર્ચા કરી હોવાનું જણાવ્યું
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો