Gandhinagar: 15 લાખની લાંચના કેસમાં અધિકારીના લોકરમાંથી રૂ. 81.27 લાખના સોના અને પ્લેટિનમના દાગીના, રોકડ મળ્યાં

ટાઉન પ્લાનરે પોતાના ઉપરાંત પત્ની-પુત્રના નામે લોકર ખોલ્યા હતા. શેરથાના ફાઈનલ પ્લોટમાં પેટ્રોલ પંપ (petrol pump) માટે જમીન NA કરવા માપ-અભિપ્રાય માટે ટાઉન પ્લાનર નયન મહેતાએ લાંચ માગી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 9:29 AM

ગાંધીનગર (Gandhinagar)માં 15 લાખ રૂપિયાની લાંચ (bribe) લેતા ઝડપાયેલા ગાંધીનગરના ટાઉન પ્લાનર નયન મહેતાના પાંચ લોકરમાંથી સોનાના દાગીના, રોકડ રકમ અને પ્લેટીનમના દાગીના મળી આવ્યા છે. સાથે કેનેડિયન ડોલર, સોના-ચાંદી અને પ્લેટીનમના દાગીના મળી 81.27 લાખનો મુદ્દામાલ ACBએ સીઝ કર્યો છે. લાંચિયાના લોકરમાંથી 24 લાખ રોકડા, 49 લાખના સોનાના દાગીના અને 6 લાખના પ્લેટીનમ દાગીના લોકરમાંથી મળી આવ્યા છે. ટાઉન પ્લાનરે પોતાના ઉપરાંત પત્ની-પુત્રના નામે લોકર ખોલ્યા હતા. શેરથાના ફાઈનલ પ્લોટમાં પેટ્રોલ પંપ (petrol pump) માટે જમીન NA કરવા માપ-અભિપ્રાય માટે ટાઉન પ્લાનર નયન મહેતાએ લાંચ માગી હતી.

ગાંધીનગરમાં ટાઉન પ્લાનર એન.એન.મહેતા તેમજ અન્ય એક આસિસ્ટન્ટ પ્લાનરને લાંચ લેતા ઝડપી લેવાયા હતા. ફરિયાદીના પત્નીના નામે શેરથા ગામે કલેકટર દ્વારા 2 પ્લોટ સોંપવામાં આવ્યા હતા જે બન્ને પ્લોટના ફાઇનલ માપ માટે ફરિયાદીએ ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ (ગુડા)માં અરજી કરી હતી. જે બન્ને પ્લોટના માપ કાઢવા તથા અભિપ્રાય માટે ગુડામાંથી અરજી નગર રચના અધિકારીની કચેરી, ગુ.ડા. એકમ, બહુમાળી ભવન, બીજો માળ, સેક્ટર-11, ગાંધીનગર ખાતે મોકલવામાં આવી હતી. જે અરજી અનુસંધાને બન્ને પ્લોટના માપ કાઢવાની તથા તેનો અભિપ્રાય આપવાની સત્તા આરોપી ટાઉન પ્લાનર નયન મહેતાને હોય, આ બન્ને પ્લોટનું માપ કાઢવાના તથા અભિપ્રાય આપવાના અવેજ પેટે રૂ.15 લાખની માંગણી કરી હતી.

આ પણ વાંચોઃ  વડોદરામાં પણ સાયન્સ સિટી બનાવવાની તૈયારીઓ શરૂ, મેયરે ગાંધીનગરમાં આ અંગે ચર્ચા કરી હોવાનું જણાવ્યું

આ પણ વાંચોઃ મોંઘા પેટ્રોલનો વિરોધ કરવા 1 રૂપિયે લીટર વેચાણ કરાયું પણ એટલી ભીડ ઉમટી કે પોલીસ બોલાવવી પડી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">