AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિવાળીમાં મીઠાઈ કે નાસ્તા બનાવતી વખતે આ ટીપ્સ તમને કામ લાગશે

દિવાળીમાં કે દિવાળી પછી પણ જો નાસ્તો, મીઠાઈ કે ફરસાણ બનાવવું હોય તો આપણે એ ઝડપથી અને વધુ સારી કેવી રીતે બને એની રીત શોધતા હોઈએ છીએ. તો આ રહી એવી કેટલીક ટીપ્સ જે તમને તહેવારોની વાનગી બનાવતી વખતે કામ લાગશે.

દિવાળીમાં મીઠાઈ કે નાસ્તા બનાવતી વખતે આ ટીપ્સ તમને કામ લાગશે
These tips will work for you when making sweets or snacks on Diwali
Raajoo Megha
| Edited By: | Updated on: Nov 01, 2021 | 2:17 PM
Share

દિવાળીમાં કે દિવાળી પછી પણ જો નાસ્તો, મીઠાઈ કે ફરસાણ બનાવવું હોય તો આપણે એ ઝડપથી અને વધુ સારી કેવી રીતે બને એની રીત શોધતા હોઈએ છીએ. તો આ રહી એવી કેટલીક ટીપ્સ જે તમને તહેવારોની વાનગી બનાવતી વખતે કામ લાગશે.

ચેવડો આમ બનાવશો તો બનશે વધુ ક્રંચી

પાતળા પૌંઆનો ચેવડો બનાવતી વખતે તેની તળવાને બદલે સારી રીતે સૂકા જ શેકી લો. તેલમાં જ્યારે વધારની સામગ્રી નાખો ત્યાર પછી ગેસ બંધ કરી દો. પછી પૌંઆ નાખો અને સારી રીતે વઘારમાં મિક્સ થઈ જાય એટલે ધીમા તાપે હલાવતા રહો. ચેવડો કરતી વખતે વઘારમાં તેલ ઓછુ વાપરવુ જોઈએ, ઓછુ લાગે તો ગરમ કરી કરીને નાખવુ. વધુ પડતા તેલવાળો ચેવડો સારો લાગતો નથી.ચેવડો બનાવતી વખતે મીઠુ મસાલા વઘારમાં નાખવાથી બધી બાજુ એક જેવો સ્વાદ લાગે છે.

ઘૂઘરા શક્કરપારા બનાવો ક્રિસ્પી

– ઘૂઘરા, શક્કરપારા બનાવતી વખતે શક્ય હોય તો તેલને બદલે ઘીનું મોણ વાપરશો તો વાનગી વધુ ક્રિસ્પી થશે.

ચકરી કુરકુરી બનાવવી છે?

– ચકરી બનાવવાનો લોટ પ્રમાણસર પલાળશો તો વધુ ફાયદો થશે, જો ખીરુ વધુ ઘટ્ટ કે પાતળુ થઈ જાય તો ચકલી કુરકુરી થતી નથી.

સેવને સ્વાદિષ્ટ કેમ બનાવશો ?

– સેવના ઝારા પર બેસન ઘસીને ગરમ તેલમાં પાડશો તો સેવ વધુ સ્વાદિષ્ટ બને છે. – બંગાળી મીઠાઈ બનાવતી વખતે પનીર બનાવવા ગાયના દૂધનો ઉપયોગ કરવો, ગાયના દૂધનું પનીર નરમ બને છે.

કેટલીક અન્ય ઉપયોગી ટીપ્સ જાણી લો

– બંગાળી મીઠાઈ બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે ખાંડના પ્રમાણમાં પાણી 5-6ના માપમાં હોવુ જોઈએ. તેમાં રસગુલ્લા, ચમચમ વગેરે મીઠાઈઓ ઉકાળવી જોઈએ. – તમે ગુલાબજાંબુ કે માવાની મીઠાઈ તળો એ વખતે ઘીમાં તૂટતી જણાય તો તેમા થોડો મેંદો મિક્સ કરવો જોઈએ. – ભાખરવડી બનાવતી વખતે ખાસ ધ્યાન રાખજો કે બેસનનો લોટ બાંધો તેમાં મોણ બિલકુલ ન નાખતા. કેમકે નહીં તો તળતી વખતે તૂટી જશે.

– ઘૂઘરાને ક્રિસ્પી બનાવવા છે ?

ઘૂઘરા બનાવતી વખતે લૂઆ બનાવતા પહેલા એક મોટો રોટલો વણી તેના પર વેલણથી ખાડા પાડી દો. હવે આની ઉપર ચોખાનો લોટ અને ઘીનું મિશ્રણ લગાવી તેને રોલ કરીને તેના લૂઆ બનાવી પછી તેની પૂરી વણી લો. આ રીતે ઘૂઘરા બનાવવાથી ઘૂઘરાનુ પડ ક્રિસ્પી બનશે.

આ પણ વાંચો : Diwali 2021: જાણો પ્રકાશના મહાપર્વ દિવાળીના તહેવારનો ઈતિહાસ અને મહત્વ

આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેનાના જવાનો સાથે કરશે દિવાળીની ઉજવણી, 3 નવેમ્બરે કચ્છ બોર્ડરની મુલાકાતે

Follow Us
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
g clip-path="url(#clip0_868_265)">