રાજયમાં હજુ બે દિવસ કમોસમી વરસાદ રહેશે, ઠંડીનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે : હવામાન વિભાગ
નોંધનીય છેકે 5-6 જાન્યુઆરીના રોજ પણ રાજયભરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. અને, પાંચમી અને છઠ્ઠી જાન્યુઆરીના રોજ કેટલીક ઠેકાણે વરસાદી માહોલ પણ છવાયો હતો. જેને કારણે ભરશિયાળે ચોમાસાનો માહોલ જોવા મળ્યો હતો.
રાજ્યમાં હજુ બે દિવસ કમોસમી વરસાદ રહેશે, હવામાન વિભાગે (Meteorological Department) આ આગાહી કરી છે. હવામાન વિભાગની (Meteorological Department) જણાવ્યા પ્રમાણે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની (Rainfall) આગાહી કરવામાં આવી છે. આવતીકાલે (8 જાન્યુઆરી) ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી ,મોડાસા અને મહેસાણા સહિત વરસાદની (Rainfall) આગાહી (Forecast) કરવામાં આવી છે. આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છેકે રાજ્યમાં ઠંડીનો (COLD) ત્રીજો રાઉન્ડ શરૂ થશે. રાજ્યમાં લઘુતમ તાપમાન 3થી 5 ડિગ્રી ઘટ્તા ઠંડીનું (COLD) પ્રમાણ વધશે તેવું પણ હવામાન વિભાગે ઉમેર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત ઠંડી વધશે. અને, બે દિવસ કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
નોંધનીય છેકે 5-6 જાન્યુઆરીના રોજ પણ રાજયભરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. અને, પાંચમી અને છઠ્ઠી જાન્યુઆરીના રોજ કેટલીક ઠેકાણે વરસાદી માહોલ પણ છવાયો હતો. જેને કારણે ભરશિયાળે ચોમાસાનો માહોલ જોવા મળ્યો હતો. તો વરસાદને કારણે ઠંડીનો પણ ચમકારો રહ્યો હતો. અને, ગુજરાત ઠંડીમાં ઠુઠવાયું હતું. ત્યારે ફરી રાજયમાં વરસાદની આગાહીને કારણે ખેડૂતો પર માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. અને, ફરી વરસાદ અને ઠંડીનો સમન્વય સહન કરવા પ્રજાએ તૈયાર રહેવું પડશે. આ વરસે શિયાળામાં માવઠું પડવાનો ક્રમ વધી ગયો છે. જે વૈશ્વિક વાતાવરણમાં થતા બદલાવની ચાડી ખાય છે.
આ પણ વાંચો : વડોદરા : પ્રભારી મંત્રીની SSG હોસ્પિટલ મુલાકાત, વેક્સિનેશન-ટેસ્ટિંગ- ઓક્સિજન વ્યવસ્થા અંગે સમીક્ષા કરી
આ પણ વાંચો : Surat: હવે ચેતી જવાની જરૂર, હોસ્પિટલમાં દાખલ થવાનો દર ધીમી રીતે વધી રહ્યો છે