AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરા : પ્રભારી મંત્રીની SSG હોસ્પિટલ મુલાકાત, વેક્સિનેશન-ટેસ્ટિંગ- ઓક્સિજન વ્યવસ્થા અંગે સમીક્ષા કરી

વડોદરા : પ્રભારી મંત્રીની SSG હોસ્પિટલ મુલાકાત, વેક્સિનેશન-ટેસ્ટિંગ- ઓક્સિજન વ્યવસ્થા અંગે સમીક્ષા કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 3:03 PM
Share

મુખ્યપ્રધાનની સૂચના મુજબ પ્રદીપ પરમારે શહેર અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી વેક્સીનેશન, ટેસ્ટિંગ, ઓક્સિજન (Vaccination, Testing, Oxygen) વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી.

વડોદરામાં કોરોનાની (CORONA) સ્થિતિની સમીક્ષા માટે પ્રભારી મંત્રી પ્રદીપ પરમારે (PRADIP PARMAR) વડોદરાની SSG હોસ્પિટલની મુલાકાત લીધી. તેઓ PPE કીટ પહેરીને હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં પણ પહોંચ્યા હતા. આ ઉપરાંત મુખ્યપ્રધાનની સૂચના મુજબ પ્રદીપ પરમારે શહેર અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી વેક્સીનેશન, ટેસ્ટિંગ, ઓક્સિજન (Vaccination, Testing, Oxygen) વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી. તેમણે SSG હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર રંજન ઐય્યર, નોડેલ ઓફિસર ઓ.બી. બેલીમ સહિતના અધિકારીઓ પાસેથી હોસ્પિટલમાં ગોઠવાયેલી વ્યવસ્થા અંગે વિગતો મેળવી હતી. મંત્રી પ્રદીપ પરમાર સાથે સાંસદ રંજન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ પીપીઇ કીટ પહેરીને પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીએ જિલ્લા- મહાનગરોના વહિવટી અધિકારીઓ સાથે બેઠક યોજી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રાજ્યમાં કોરોના (Corona) સંક્રમણ સામે જિલ્લાઓ અને મહાનગરોના વહિવટી તંત્રની સજ્જતા અંગે સર્વગ્રાહી સમીક્ષા વિડીયો કોન્ફરન્સના (Video conferencing)માધ્યમથી બેઠક (Review Meeting ) યોજીને કરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરો અને ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ તથા કચ્છના જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ મુખ્યમંત્રીને (CM Bhupendra Patel)પોતાના વિસ્તારોમાં (Vaccination) વેક્સિનેશન ડ્રાઇવ, ટ્રેસીંગ-ટ્રેકીંગ અને જરૂરતમંદ કેસોમાં આઇસોલેશન તથા હોસ્પિટલોમાં દવાઓ, ઓક્સિજન બેડ વિગેરેની સંપૂર્ણ વિગતો આપી હતી.

મુખ્યમંત્રીએ જીલ્લા વહિવટી તંત્રોની આ સજ્જતા અંગેની સમીક્ષા કરતા કહ્યું કે, જિલ્લાના પ્રભારી સચિવોનું જિલ્લા તંત્રોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે તેમને જિલ્લાઓમાં પહોંચવા સૂચના આપી દેવાઈ છે. એટલું જ નહિ સરકાર તરફથી જરૂરી તમામ મદદ જિલ્લાઓને પહોચાડવાનું સઘન આયોજન થયું છે.

આ પણ વાંચો : Gandhinagar: ભાજપના વધુ એક નેતા કોરોના પોઝિટીવ, ટ્વીટ કરી આપી જાણકારી

આ પણ વાંચો : Surat Corona Update: કોરોનાનો મહાવિસ્ફોટ: બપોર સુધી 550થી વધુ કેસ નોંધાયા, એક મહિલાનું મોત

g clip-path="url(#clip0_868_265)">