AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દક્ષિણ અને મધ્ય ગુજરાતને જોડતા NARMADA MAIYA BRIDGE નું આવતીકાલે લોકાર્પણ થશે, દેશના સૌથી જુના GOLDN BRIDGEને નિવૃત્તિ મળવાના સંકેત

નર્મદા નદીને પસાર કરવા ભરૂચ નજીક નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે પરના બ્રિજમાં હમેશા રહેતી ટ્રાફિકની સમસ્યાઓના કારણે ભરૂચને ટ્રાફિક સિટી તરીકે બદનામી મળી હતી. આવતીકાલથી ભરૂચના માથેથી આ કલંક દૂર થવા જય રહ્યું છે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતને જોડતા NARMADA MAIYA BRIDGE નું આવતીકાલે લોકાર્પણ થશે, દેશના સૌથી જુના GOLDN BRIDGEને નિવૃત્તિ મળવાના સંકેત
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 10:13 AM
Share

ભરૂચના ગોલ્ડનબ્રિજની સમાંતર નવા નર્મદા મૈયા બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સોમવારના રોજ તેનું લોકાર્પણ પણ થવા જઇ રહ્યું છે.રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ આ બીજનું લોકાર્પણ કરશે. બ્રિજ શરૂ થવા સાથે દક્ષિણ ગુજરાત થી મધ્ય ગુજરાત તરફ અવર – જવર માટે હંમેશા રહેતી ટ્રાફિકની સમસ્યા દૂર થશે.

નર્મદા નદીને પસાર કરવા ભરૂચ નજીક નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે પરના બ્રિજમાં હમેશા રહેતી ટ્રાફિકની સમસ્યાઓના કારણે ભરૂચને ટ્રાફિક સિટી તરીકે બદનામી મળી હતી. આવતીકાલથી ભરૂચના માથેથી આ કલંક દૂર થવા જય રહ્યું છે. ભરૂચ નજીકથી હવે વાહન વ્યવહાર સડસડાટ પસાર થઈ શકશે. નર્મદા નદી પર અંગ્રેજોના સમયમાં નિર્માણ પામેલ ગોલ્ડનબ્રિજ સાંકડો હોવાના કારણે વાહનોની ગતિ અવરોધાતી હતી અને ઇંધણ અને સમયનો પણ વ્યય થઈ રહયો હતો.દરરોજ દક્ષી ગુજરાતથી મધ્યગુજરાત તરફ અવર – જવર કરતા હજારો લોકોની સમસ્યાને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા નર્મદા નદી પર નવો બ્રિજ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી હતી અને આજે આ બ્રિજ બનીને તૈયાર થયો છે જેનું અષાઢી બીજના રોજ નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવશે ત્યારે આવો જાણીએ બ્રિજ અંગેની રસપ્રદ માહિતી

રાત્રી દરમ્યાન બ્રિજને લાઈટનો શણગાર કરવામાં આવતા નર્મદા મૈયા બ્રીજનું નયનરમ્ય સ્વરૂપ જોવા મળ્યું હતું

બ્રીજનું નામ – નર્મદા મૈયા બ્રિજ

વહીવટી મંજૂરીની રકમ અને તારીખ –રૂ. ૪૦૧.૭૦ કરોડ,તા.૩૦/૧૦/૨૦૧૪

તાંત્રિક મંજુરીની રકમ અને તારીખ –રૂ. ૩૬૧.૦૦ કરોડ, તા.૧૩/૦૫/૨૦૧૫

ટેન્ડરની રકમ –રૂ. ૩૦૯.૧૦ કરોડ, તા.૦૧/૧૨/૨૦૧૫

એજન્સીનું નામ –રણજીત બિલ્ડકોન-એટીઇપીએલ (જોઇન્ટ વેન્ચર )

કામ શરૂ કર્યા – તારીખ -તા.૧૦/૧૨/૨૦૧૫

કામ પૂર્ણ કરવાની તારીખ – તા.૧૦/૦૭/૨૦૨૧

કામનો કુલ ખર્ચ – રૂપિયા ૪૨૩.૬૫ કરોડ

સબ સ્ટ્રક્ચર -૮૦ નંગ પીયર, ૨ એબટમેન્ટ

સ્પાન -૨૫ નંગ સ્પાન રીવર પોર્શન , ૫૬ નંગ સ્પાન વાઇડક પોર્શન

ફૂટપાથ-બન્ને બાજુ 1.55 મીટર પહોળાઈ

એપ્રોચ રોડ- ભરૂચ તરફ ૧૩૭૭ મીટર

પ્રોજેકટની કુલ લંબાઈ -૫૦૦૦ મીટર લંબાઇ

દેશના સૌથી જુના ગોલ્ડનબ્રિજને નિવૃત્તિ અપાશે ? નર્મદા મૈયા બ્રિજ શરૂ કરાયા બાદ દેશના સૌથી જુના કાર્યરત ગોલ્ડન બ્રિજ અંગે શી નિર્ણય લેવાય છે તે ઉપર પણ તમામની નજર છે. ગોલ્ડન બ્રિજ પોતાનો એક ભવ્ય ઇતિહાસ ધરાવે છે. ભયંકર પૂરની અનેક તપતો સહન કરી અડીખમ ઉભેલા બ્રિજને સૈકાની સફર બાદ ચાલુ રખાય છે કે રાષ્ટ્રીય ધરોહર તરીકે એક સંભારણાંની ઓળખ અપાય છે તે જોવું રહ્યું

Follow Us
g clip-path="url(#clip0_868_265)">