સુરતના કતારગામના રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય, ખાડામાં ટેમ્પો અને બાઇક ચાલક થયા જમીનદોસ્ત, જુઓ VIDEO
ચોમાસામાં રસ્તાની ખરાબ હાલત વાહનચાલકોને કેટલી હદે હેરાન કરી રહી છે તેનું વરવું ઉદાહરણ સામે આવ્યું સુરતમાં. સુરતના કતારગામ દરવાજા વિસ્તારના રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે. આ ખાડામાં થોડા દિવસ અગાઉ એક ટેમ્પો પલટ્યો, તો આજે આજ ખાડામાં એક બાઇકચાલક પણ જમીનદોસ્ત થયો. જોકે ખાડામાં જમીનદોસ્ત થવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. લોકો ખાડામાં […]
ચોમાસામાં રસ્તાની ખરાબ હાલત વાહનચાલકોને કેટલી હદે હેરાન કરી રહી છે તેનું વરવું ઉદાહરણ સામે આવ્યું સુરતમાં. સુરતના કતારગામ દરવાજા વિસ્તારના રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે. આ ખાડામાં થોડા દિવસ અગાઉ એક ટેમ્પો પલટ્યો, તો આજે આજ ખાડામાં એક બાઇકચાલક પણ જમીનદોસ્ત થયો. જોકે ખાડામાં જમીનદોસ્ત થવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. લોકો ખાડામાં પડીને હાડકાં ભંગાવી રહ્યા છે, પરંતુ તંત્ર જાણે કે ઘોર નિદ્રામાં છે. સત્તાધીશોને નાગરિકોની પડી જ ન હોય તેમ ખાડાઓનું સમારકામ કરવામાં ઠાગાઠૈયા થઇ રહ્યા છે અને વાહનચાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો: પક્ષ વિરુધ્ધ પ્રવૃતિ કરનારા 38 નેતાઓને ભાજપે કર્યા સસ્પેન્ડ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો