Tapi: વ્યારાના આદિવાસી મહિલા બન્યા આત્મનિર્ભર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં તાલીમ મેળવ્યા બાદ કરે છે વર્ષે લાખોની કમાણી

|

Feb 22, 2022 | 1:20 PM

ઇન્દુબેન હવે તેમના ઘર અને આસપાસના ગામોમાંથી ઔષધિઓ લાવીને હેર ઓઇલ તૈયાર કરે છે, જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ પણ તેમને જરૂરી માર્ગદર્શન આપે છે.

Tapi: વ્યારાના આદિવાસી મહિલા બન્યા આત્મનિર્ભર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં તાલીમ મેળવ્યા બાદ કરે છે વર્ષે લાખોની કમાણી
Induben Gamit

Follow us on

દ્રઢ ઈચ્છા શક્તિ અને કંઈક કરી છૂટવાનું મનોબળ હોય તો વ્યક્તિ કઇપણ કામ પાર પાડી શકે છે. તાપી (Tapi) જિલ્લાની એક આદિવાસી મહિલા (Tribal women)માં પણ આવુ મનોબળ જોવા મળ્યુ. તાપીના આદિવાસી મહિલાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ( Agricultural Science Center) માં તાલીમ મેળવીને આયુર્વેદિક પદ્ધતિથી હેર ઓઇલ તૈયાર કરી આજે વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે અને આત્મનિર્ભર બની પોતાનું અને તેના પરિવારનુ ગુજરાન ચલાવી રહ્યા છે.

વ્યારાના કપુરા ગામે રહેતા આદિવાસી મહિલા ઇન્દુબેન ગામીત મૂળ ખેતી સાથે સંકળાયેલા છે, પરંતુ વારસાઈમાં તેમની જમીન નામ માત્ર હોવાથી તે માંડ માંડ પોતાના પરિવારનો જીવન નિર્વાહ ચલાવતા હતા. પરંતુ આ વાત ભૂતકાળ બની ગઈ છે, હવે ઇન્દુબેન સ્વમાનભેર જીવી રહ્યા છે, તેમણે વ્યારાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી આયુર્વેદિક હેર ઓઇલ બનાવાની તાલીમ લીધી હતી અને તેઓ હવે જાતે 21 જેટલી વીવિધ ઔષધિઓથી તૈયાર કરેલુ હેર ઓઇલ બનાવે છે. જેની માગ હવે વિદેશોમાં પણ થઇ રહી છે.

વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં તાલીમ મેળવ્યા બાદ ઇન્દુબેનમાં હવે ઔષધિમાંથી તેલ બનાવવાની આવડત આવી ગઇ છે. ઇન્દુબેન હવે તેમના ઘર અને આસપાસના ગામોમાંથી ઔષધિઓ લાવીને હેર ઓઇલ તૈયાર કરે છે, જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ પણ તેમને જરૂરી માર્ગદર્શન આપે છે. એટલુ જ નહીં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ તેમને આ હેર ઓઇલ વેચવા માટે મદદરૂપ થઇ રહ્યા છે. સાથે આ મહિલાની પ્રગતિ જોઈ અન્ય 78 જેટલી મહિલાઓ પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી તાલીમ લઈ તેઓ પણ પગભર થઈ રહી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જૈફ વયે પહોંચેલા આદિવાસી સમાજ માંથી આવતા ઇન્દુબેન નિરક્ષર છે, પરંતુ કંઈક અલગ કરવાની ઘેલછા તેમનામાં પહેલેથી હોવાને કારણે તેમને કૃષિ ક્ષેત્રના એવોર્ડ પારિતોષિક મળી ચુક્યા છે, ઓછી જમીન હોવાને લઈને તેમણે પશુ પાલનની સાથે હેર ઓઇલ બનાવવાનો વિચાર કર્યો અને સતત અને સખત પ્રયત્નો બાદ આજે ઇન્દુબેન પગભર થઈ લાખોની કમાણી કરી રહ્યા છે અને અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.

આ પણ વાંચો-

Bharuch : ભરૂચમાં કચરાનું સંકટ ઉભું થયું, 7 દિવસથી વ્યવસ્થાના અભાવે 500 ટન કચરાના નિકાલનો પડકાર

આ પણ વાંચો-

ખાદ્ય તેલમાં એક જ દિવસમાં રુપિયા 20થી 40 સુધીનો વધારો, સીંગતેલના ડબ્બાનો ભાવ 2400 રુપિયા નજીક પહોંચ્યો

 

Next Article