AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharuch : ભરૂચમાં કચરાનું સંકટ ઉભું થયું, 7 દિવસથી વ્યવસ્થાના અભાવે 500 ટન કચરાના નિકાલનો પડકાર

ભરૂચમાં સમસ્યા વિકટ બનતી નજરે પડતા ભરૂચ નગરપાલિકાએ અંકલેશ્વર નગરપાલિકા પાસે મદદ માટે હાથ ફેલાવ્યા છે.સમસ્યાને લઈ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સમસ્યા ટૂંક સમયમાં હલ કરવામાં આવશે.

Bharuch : ભરૂચમાં કચરાનું સંકટ ઉભું થયું, 7 દિવસથી વ્યવસ્થાના અભાવે 500 ટન કચરાના નિકાલનો પડકાર
કચરાનો નિકલા મોટી સમસ્યા બની
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 12:05 PM
Share

ભરૂચ(Bharuch)માં કચરાનું સંકટ(Garbage Issue) ઉભું થયું છે. ભરૂચ શહેરમાં 500 ટન ઉપરાંત કચરાનો નિકાલ ક્યાં કરવો એ પાલિકા(Bharuch Nagar Palika) સત્તાધીશો સામે સમસ્યા ઉભી થઇ છે. વ્યવસ્થાના અભાવે ભરૂચ શહરની કચરાપેટીઓમાંથી કચરો છલકાઈ રહ્યો છે. પાલિકા પ્રમુખ આ સમસ્યા ગણતરીના સમયમાં હલ કરી નાખવાની હૈયાધારણા આપી રહયા છે.

ભરૂચ નગરપાલિકાના જે બી મોદી પાર્ક નજીક આવેલા ગેરેજની ખુલ્લી જમીન ઉપર છેલ્લા કેટલાક સમયથી કચરાના ઢગલા કરવામાં આવતા સ્થાનિકો આશ્ચર્ય સાથે તાપસ માટે પહોંચતા પ્રારંભે એકાદ દિવસની સમસ્યા હોવાનું જણાવતા લોકોએ સહકાર આપ્યો હતો પરંતુ લગભગ સપ્તાહ વીતવા સાથે કચરાના ઢગલાનું કદ વધતું જતા સ્થાનિકો રોષે ભરાયા હતા. ઉહાપોહ મચતાં પદાહિકારીઓ અને અધિકારીઓ સ્થાનિકોને સમજવા દોડી ગયા હતા.

મામલાની તપાસ કરવામાં આવતા ગંભીર સમસ્યારૂપે પડકાર ભરૂચ નગરપાલિકા સામે આવીનો ઉભો હોવાનું ભાર આવ્યું હતું. અસલમાં ભરૂચ નગરપાલિકા પાસે કચરાના નિકાલ માટે હાલમાં કોઈ વ્યવસ્થા જ નથી. સાયખા ખાતે સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ ઉભી કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક ગ્રામજનોએ કેટલીક નારાજગી સાથે ખાડા ખોદી નાખી આ સાઈટ ઉપર ભરૂચ નગરપાલિકાના વાહન આવતા અટકાવી દીધા છે. એક તરફ સમાધાનના પ્રયાસ શરુ કરી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ગેરેજની જમીન ઉપર કચરો એકઠો કરાયો પણ ત્યાં પણ વિવાદ ઉભો થતા બાવાના બે બગડા જેવો ઘાટ થયો છે.

સપ્તાહની સમસ્યા દરમ્યાન 500 ટન કચરો એકઠો થયો

ભરૂચ શહેરમાં દરરોજ 70 ટન કચરો પેદા થાય છેજેનો નગરપાલિકા નિકાલ કરે છે. એક સપ્તહથી સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ બંધ થવાથી આ કચરો જે તે સ્થળની કચરાંપેટીઓમાં અથવા જે બી મોદી પાર્ક નજીક ગેરેજની જમીનમાં એકઠો કરવામાં આવ્યો છે . સમસ્યા વચ્ચે ભરૂચ શહરમાં કચરાંપેટીઓમાંથી કચરો ઉભરાઈ રહ્યો છે.

24 કલાકમાં કચરાનો નિકાલ કરો : કોંગ્રેસ

મામલે શાસકોને ઘરવાનો મોકો કોંગ્રેસ છોડવાના મૂડમાં નથી. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે પાલિકા દ્વારા સ્ટોર કરાયેલા કચરાની સાઈટની મુલાકાઇ લેવામાં આવી હતી. કોંગ્રેસે અલ્ટીમેટમ આપ્યું છે કે સમસ્યા 24 કલાકમાં હલ ન કરાઈ તો કચરો પાલિકા કચેરીમાં ઠાલવી દેવામાં આવશે.

અંકલેશ્વર નગરપાલિકાની સાઈટ ઉપર 30 ટન કચરાનો નિકાલ કરાયો

ભરૂચમાં સમસ્યા વિકટ બનતી નજરે પડતા ભરૂચ નગરપાલિકાએ અંકલેશ્વર નગરપાલિકા પાસે મદદ માટે હાથ ફેલાવ્યા છે. અંકલેશ્વરના સત્તાધીશોએ તેમની સાઈટ ઉપર કચરાના નિકાલ માટે પરવાનગી આપતા આજે ૨ થી ૩ વાહનો દ્વારા ૩૦ ટન આસપાસ કચરાનો નિકાલ અંકલેશ્વરની સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઈટમાં નિકાલ કરવામાં આવ્યો છે.

amit chavda

અમિત ચાવડા – પ્રમુખ , ભરૂચ નગરપાલિકા

સમસ્યા જલ્દી હલ થશે: અમિત ચાવડા, પ્રમુખ – ભરૂચ નગર પાલિકા

સમસ્યાને લઈ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સમસ્યા ટૂંક સમયમાં હલ કરવામાં આવશે. આ મામલે નારાજ ગ્રામજનો અને સ્થાનિક રહીશો સાથે વાતચીત ચાલી રહી છે. કચરાના નિકાલની કામગીરી ટૂંક સમયમાં રાબેતા મુજબ શરૂ થી જશે.

આ પણ વાંચો : Opening Bell : શેરબજારની નબળી શરૂઆત, Sensex 1000 અંક તૂટ્યો , નિફ્ટી 17000 નીચે સરક્યો

આ પણ વાંચો : ખાદ્ય તેલમાં એક જ દિવસમાં રુપિયા 20થી 40 સુધીનો વધારો, સીંગતેલના ડબ્બાનો ભાવ 2400 રુપિયા નજીક પહોંચ્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">