Tapi: વાલોડના એસ્સાર પેટ્રોલ પંપ નજીક ડમ્પર સાથે થયેલા અકસ્માતમાં એકનું મોત, જાણો તમામ વિગતો
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મુખ્ય મથકે એસ્સાર પેટ્રોલ પંપ નજીક બુધવારે સાંજે આશરે 6.15 કલાકે એસ્સાર પેટ્રોલ પંપ નજીક અકસ્માત સર્જાયો હતો.
Tapi: તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મુખ્ય મથકે એસ્સાર પેટ્રોલ પંપ નજીક બુધવારે સાંજે આશરે 6.15 કલાકે એસ્સાર પેટ્રોલ પંપ નજીક વાલોડ-બુહારી રસ્તાની બાજુમાં પાણીની ગટર લાઈન ખોદવા માટે ખોદકામ થઈ રહ્યું હતું, જેમાં જેસીબીથી રોડની બાજુમાંથી માટી ખોદકામ કરી ડમ્પર ટ્રક કે, જેનો રજીસ્ટ્રેશન નંબર GJ 06 V 4828 માં જેસિબીથી માટી ખાલી કરવામાં આવી રહી હતી.
રસ્તામાં ઉભેલ ટ્રક જેનો રજીસ્ટ્રેશન નંબર GJ 06 V 4828 વાલોડ તરફન ભાગે ડમ્પર ઊભું હતું. તે દરમ્યાન મૂળ વાલોડના દાદરિયાના રહીશ જયસિંહભાઈ રનુભાઈ પોતાના 13 વર્ષીય પુત્ર શિવકુમાર સાથે કોઈક કામ અર્થે વાલોડ આવી રહ્યો હતો. ત્યારે વાલોડ એસ્સાર પંપ નજીક પહોંચવાના સમયે આગળ ઊભેલા ડમ્પરના પાછળના ભાગે ધડાકાભેર અકસ્માત થયું હતું. ઊભેલી ટ્રકમાં પાછળના ભાગે જયસિંહની છાતી તથા મોઢું અથડાતાં તેને મોઢાના તથા પેટના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી, અને જયસિંહભાઈને ગંભીર ઇજાઓ થતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે તેના પુત્રને નાની મોટી ઇજાઓ થઈ હતી.
જયસિંગ ભાઈનાં પુત્ર શિવકુમારને આંખના તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં વાલોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને ત્યાંથી હાલત ગંભીર હોય શિવકુમારને વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
(Inputs – Nirav Kansara)