Tapi: ગંભીર અકસ્માતમાં વાલોડના પોલીસ કોન્સ્ટેબલનું કરુણ મોત, હાથ બાવડાથી છૂટો પડી ગયો

|

May 17, 2022 | 3:50 PM

પોલીસ કોન્સ્ટેબલ (Constable) રણજીત ગામીત તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ગડત ગામના રહેવાસી હતા. તેઓ વાલોડ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.

Tapi: ગંભીર અકસ્માતમાં વાલોડના પોલીસ કોન્સ્ટેબલનું કરુણ મોત, હાથ બાવડાથી છૂટો પડી ગયો
Constable death in Road Accident (File Image )

Follow us on

તાપી(Tapi ) જિલ્લાના વાલોડ તાલુકામાં પોલીસ(Police ) કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનનું વાહન અકસ્માતમાં (Accident )મોત નીપજ્યું છે. જે રીતે અકસ્માત થયો હતો એ જોઈને ભલભલાને કંપારી છૂટી જાય. આ ગંભીર અકસ્માતમાં તેમને માથાના ભાગે તો ઇજા થઇ જ હતી. પણ તેનો અડધો હાથ પણ બાવડામાંથી છૂટો થઈ ગયો હતો. આ પોલીસ જવાનના મોતથી પરિવારે ઘરનો આધારસ્તંભ ગુમાવ્યો છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે આજે સવારે 9 વાગ્યાના અરસામાં તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં પોલીસ કોન્સ્ટેબલ રણજીત ગામીત નોકરી માટે જવા પોતાની મોટર સાઇકલ લઈને નીકળ્યો હતો. તે દરમ્યાન ઉનાઈ ગામ પાસે બામણાંમાળ નજીક અજાણ્યા ટ્રક ચાલકે તેમની બાઇકને અડફેટમાં લીધી હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં કોન્સ્ટેબલ રણજીત ને કપાળથી લઈને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. એટલું જ નહીં તેનો જમણો હાથ પણ બાવડામાંથી છૂટો થઇ ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં કોન્સ્ટેબલનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. મરનાર કોન્સ્ટેબલના પિતા જશવંત ગામીતે આ અંગે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ આપી છે.

તેમના જણાવ્યા પ્રમાણે આજે સવારે તેઓ સબંધીની  વરસીની વિધિમાં ગયા હતા. તે દરમ્યાન જ સવારે તેમના પુત્રનું વાહન અકસ્માતમાં મોત નિપજતા તેમની પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. કોન્સ્ટેબલ રણજીત ગામીત તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ગડત ગામના રહેવાસી હતા. તેમજ તેઓ વાલોડ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અકસ્માત બાદ તેમના મૃતદેહને વ્યારા જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જયારે ગંભીર અકસ્માત નોતરનાર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે. તેમના પરિવારમાં રણજીત ભાઈ મોટા પુત્ર હતા. જે પરિવારના આધાર સ્તંભ સમાન હતા. જયારે અન્ય એક દીકરીના લગ્ન થઇ ગયા છે. મોટા દીકરાના આકસ્મિક નિધન બાદ પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું છે. એટલું જ નહીં પોલીસ કોન્સ્ટેબલના મોત બાદ પોલીસ બેડામાં પણ દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે.

Published On - 3:42 pm, Tue, 17 May 22

Next Article