Tapi: વનવિભાગ દ્વારા શરૂ કરાયેલ વનશ્રી રેસ્ટોરન્ટમાં પીરસાઈ રહ્યુ છે આદિવાસીઓનું પરંપરાગત ભોજન, સ્વાદના રસિયાઓને લાગ્યો ચટાકો
તાપી જિલ્લા વનવિભાગ (Forest Department) દ્વારા આદિવાસી મહિલાઓને રોજગારી મળી રહે અને સ્વાદપ્રિય લોકો આદિવાસી પરંપરાગત વાનગીઓ આરોગી શકે તે માટે વનશ્રી રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી છે.
તાપી જિલ્લા વનવિભાગ દ્વારા આદિવાસી મહિલાઓને રોજગારી મળી રહે અને સ્વાદપ્રિય લોકો આદિવાસી પરંપરાગત વાનગીઓ આરોગી શકે તે માટે વનશ્રી રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં લોકોને આદિવાસી પરંપરાગત ભોજન પીરસાઈ રહ્યું છે, આ સ્વાસ્થ્યવર્ધક ભોજન આરોગીને લોકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે.
વનવિભાગ દ્વારા કરાઈ છે વનશ્રી રેસ્ટોરન્ટની શરૂઆત
છેલ્લા ઘણા સમયથી તાપી જિલ્લાના વનવિભાગ દ્વારા આદિવાસીઓની પરંપરાગત કળાઓ અને તેઓના ખોરાકથી લોકો પરિચિત થાય અને લોકો સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તાપી જિલ્લા વનવિભાગ દ્વારા તાપી જિલ્લામાં વનશ્રી રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી છે. આ માટે ખાસ આદિવાસી મહિલાઓને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. જો કે, આ રેસ્ટોરન્ટમાં પરંપરાગત વાનગીઓમાં નવીનતા સાથે આધુનિકતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આદિવાસીઓની પરંપરાગત વાનગીઓ નાગલીના રોટલા, ચોખાના રોટલા જેવા 6 પ્રકારના અલગ અલગ રોટલા રોટલી, કોઢાની ભાજી, સરગવાના સિંગનું સૂપ, ડાંગી થાળી, નાગલીના લાડુ અને અન્ય ઘણી વેરાયટીનો સમાવેશ થાય છે. જો કે, નાગલીને અલગ અલગ રીતે આધુનિક ઢબે પણ બનાવવામાં આવી રહી છે. આ માટે મહિલાઓને ખાસ ટ્રેનિંગ પણ વન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
આદિવાસી મહિલાઓને પગભર બનાવવાનો ઉદ્દેશ્ય
આ વિસ્તારની આદિવાસી મહિલાઓ પગભર બને તે, ઉદેશ્યને ધ્યાનમાં રાખીને અને આદિવાસી વિસ્તારની વિવિધ વાનગીઓનો આનંદ સ્વાદપ્રિય લોકો ઉઠાવી શકે તે, માટે તાપી જિલ્લામાં વ્યારા અને ઉકાઈ ખાતે વનશ્રી રેસ્ટોરન્ટ શરુ કરવામાં આવી છે. જેનો આરોગીને અહીં આવતા સ્વાદના રસિયાઓ આ વાનગીઓના વખાણ કરતા થાકતા નથી. સાથે સ્વાદ અને રુચિ અનુસાર ઘર જેવું ભોજન પણ પીરસાય રહ્યું છે તેવું તેઓ જણાવે છે, બીજી તરફ વન વિભાગના બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ લાવી આદિવાસી વિસ્તારની મહિલાઓને પગભર કરવાની કવાયત હાથ ધરી રહ્યું છે.
આ પણ વાંચો: Gujarati video : તાપી જિલ્લામાં મેઘ કહેર, ક્યાંક લગ્નના મંડપ ઉડ્યા તો ક્યાંક વૃક્ષ ધરાશાયી
પરંપરાગત ખાણીપીણી સાથે આધુનિક્તાનું મિશ્રણ
આદિવાસી મહિલાઓને પગભર બનાવાની સાથોસાથ લોકો આદિવાસીઓની વિવિધ વાનગીઓનો સ્વાદ માણીશકે તે, ઉદેશ્યથી સરકારની માર્ગદર્શિકા મુજબ વ્યારા વન વિભાગે આ ટ્રાઇબલ ફૂડ કોર્ટ જિલ્લાના અલગ અલગ બે જગ્યાઓ પર શરુ કર્યું છે, જેનું નામ વનશ્રી રેસ્ટોરન્ટ રાખ્યું છે, જેમાં આદિવાસીઓની પરંપરાગત વાનગીઓને આદિવાસી બહેનોને વિશેષ તાલીમ આપીને આ રેસ્ટોરન્ટમાં પરમ્પારિકતાની સાથે આધુનિકતાનું મિશ્રણ કરીને આદિવાસીઓ દ્વારા બનાવાતી રસોઈ સ્વાદ રસિયાઓને પીરસાઈ રહ્યુ છે.
ઈનપુટ ક્રેડિટ- નિરવ કંસારા- તાપી
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…