Gujarati video : તાપી જિલ્લામાં મેઘ કહેર, ક્યાંક લગ્નના મંડપ ઉડ્યા તો ક્યાંક વૃક્ષ ધરાશાયી
તાપી (Tapi) જિલ્લાના દક્ષિણ સોનગઢના કેટલાક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. મેઢા, ટાપરવાળા ગામે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. વરસાદ પગલે લગ્નપ્રસંગોમાં વિઘ્ન આવ્યુ છે.
ગુજરાતમાં આગાહી વચ્ચે વિવિધ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં પણ મેઘ કહેર યથાવત જોવા મળી રહ્યો છે. તાપી જિલ્લાના દક્ષિણ સોનગઢના કેટલાક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. મેઢા, ટાપરવાળા ગામે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે.
વરસાદના પગલે લગ્નપ્રસંગોમાં વિઘ્ન આવ્યુ છે. ભારે પવનના પગલે એક લગ્ન પ્રસંગમાં મંડપ ધરાશાય થયો છે. તો બીજી તરફ મેઢા ગામે રસ્તા પર ઝાડ પડતા ટ્રાફિકને અસર પહોંચી છે.
રાજ્યમાં હજી પણ માવઠાનું સંકટ યથાવત રહેશે. ખેડૂતોના માથે હજી ત્રણ દિવસ માવઠાના વાદળ ઘેરાયેલા રહેશે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. તો બીજી તરફ બે દિવસ બાદ રાજ્યમાં તાપમાનનો પારો પણ વધશે. આગામી 48 કલાકમાં તાપમાનના પારામાં 2થી ચાર ડિગ્રીનો વધારો થશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…