લો બોલો ! તાપીમાં આત્મહત્યા કરનાર પ્રેમી પંખીડાની પ્રતિમાના ધામધૂમથી લગ્ન કરાવ્યા, જુઓ VIDEO

|

Jan 17, 2023 | 1:36 PM

તાપી જિલ્લાના નિઝરના નવા નેવાળા ગામે એક અનોખા લગ્ન યોજાયા હતા. માહિતી મુજબ થોડા મહિના અગાઉ ઘરેથી પ્રેમ લગ્ન કરવાની ના પાડતા બંને પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યુ હતુ.

લો બોલો ! તાપીમાં આત્મહત્યા કરનાર પ્રેમી પંખીડાની પ્રતિમાના ધામધૂમથી લગ્ન કરાવ્યા, જુઓ VIDEO

Follow us on

સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ થતો જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે. તો કેટલાક વીડિયો જોઈને લોકો પણ આશ્વર્યમાં મુકાઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બે પ્રતિમાના રીત-રિવાજ સાથે લગ્ન કરાવવામાં આવી રહ્યા છે.

પ્રતિમાના રીત-રિવાજ સાથે લગ્ન કરાવવામાં આવ્યા

આપને જણાવી દઈએ કે, તાપી જિલ્લાના નિઝરના નવા નેવાળા ગામે એક અનોખા લગ્ન યોજાયા હતા. માહિતી મુજબ થોડા મહિના અગાઉ ઘરેથી પ્રેમ લગ્ન કરવાની ના પાડતા બંને પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યુ હતુ. તેથી તેમની આત્માને શાંતિ મળે તે હેતુથી ગ્રામજનોએ બંનેની પ્રતિમાના વિધિસર લગ્ન કરાવ્યા. એટલુ જ નહીં છોકરાની જાન પણ નીકળી હતી અને ભોજન સમારંભ પણ યોજાયો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

મહત્વનું છે કે ગણેશ નામનો યુવક અને જુના નેવાળા ગામે રહેતી રંજના વચ્ચે પ્રેમ થયો હતો. તેઓ લગ્ન કરીને ઘરે ગયા હતા, જ્યાં છોકરાના પિતાએ આ લગ્ન સ્વિકાર્યા નહીં. જેથી બંનેએ મોતને વ્હાલુ કરી આત્મહત્યા કરી લીધી હતી.

Published On - 1:21 pm, Tue, 17 January 23

Next Article