હવે નહીં રહે દિકરા-દિકરી વચ્ચેના ભેદભાવ, ‘સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત’ અંતર્ગત તાપી ખાતે યોજાયો કિશોરી મેળો
મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની સંકલિત બાળ વિકાસ યોજના અને મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત” થીમ અંતર્ગત વાલોડ તાલુકામાં ખાદી કુટીર, શબરી આશ્રમ વેડછી ખાતે તાપી મહિલા અને બાળ વિકાસ સમિતી અધ્યક્ષ તૃપ્તીબેન પટેલના અધ્યક્ષ સ્થાને કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું.

તાપી જિલ્લામાં “કિશોરી મેળા”ની ઉજવણી નિમિત્તે મહિલા અને બાળ વિભાગ અને આઇસીડીએસ તાપીના સંયુક્ત ઉપક્રમે શબરી આશ્રમશાળા વેડછી, વાલોડ ખાતે તાલુકા કક્ષાનો “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત” કિશોરી મેળો યોજાયો હતો.
આ પ્રસંગે સશક્ત અને “સુપોષિત કિશોરી અભિયાન” મેળામાં પ્રસંગિક ઉદ્બોધન આપતા આઈ.સી.ડી.એસ.ના CDPO નયંતિકાબેન ચૌધરી જણાવ્યું હતુ કે, કિશોરીઓને સ્વાસ્થ્ય, સુરક્ષા અને સ્વનિર્ભરતા તથા કોઈ પણ સમસ્યા અંગે વાતચીત અને સલાહ સુચન લેવામાં ખચકાવુ ના જોઈએ એમ સમજ કેળવીને “પૂર્ણા યોજના” અંતર્ગત આંગણવાડીમાં આપવામાં આવતી તમામ સેવાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ સમિતી જિલ્લા પંચાયત તાપીના અધ્યક્ષ તૃપ્તીબેન પટેલે “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત”થીમ અંતર્ગત કિશોરીઓને સ્વાસ્થય,સુરક્ષા અને સ્વનિર્ભરતા તથા આંગણવાડીમાં આપવામા આવતી તમામ સેવાઓ તેમજ ખાતાકીય યોજનાઓનો બહોળા પ્રમાણમા લાભ લેવો જોઇએ એમ જણાવ્યુ હતુ.
તેમજ જુદા-જુદા વિભાગો દ્વારા “કિશોરી મેળા”માં કિશોરીઓના જન્મ શિક્ષણ સલામતી, સુરક્ષા અને સશક્તિકરણ માટે, પુર્ણા યોજના અંગે,આંગણવાડીમાં નિયમિત આપવાના લાભ, પોષણ આરોગ્ય અને શિક્ષણ, વિશે તેમજ દિકરા-દિકરી વચ્ચેના ભેદભાવ દૂર કરવા અંગેની જાગૃત કર્યા હતા.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના જીગ્નેશભાઇ ગામીત દ્વારા યોજનાકીય માહિતી આપવામાં આવી હતી જેમા, વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગાસ્વરૂપા પુન:લગ્નઆર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના અને સખી વન સ્ટોપ સેન્ટરની માહીતી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : Tapi : વ્યારા તાલુકાના કોહલી ગામે કૂવામાં દીપડો ખાબક્યો, વન વિભાગે કરી રેસ્ક્યુ કામગીરી, જુઓ Video
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવોના હસ્તે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ કિશોરીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત”થીમ અંતર્ગત વિવિધ વિભાગોના યોજનાકીય સ્ટોલો પ્રદર્શન માટે મુકવામાં આવ્યા હતા. જેથી કિશોરીઓને લગતી યોજનાઓની માહિતી તેમને એકજ સ્થળેથી મળી રહે અને સેલ્ફી પોઇન્ટ, સીગ્નેચર કેમ્પ તેમજ આંગણવાડી કાર્યકરોએ ગરબા રજુ કર્યા હતા.