ગુજરાત : તાપી-પાર-નર્મદા રિવર લિંક અપ યોજના સ્થગિત કરાઇ

ભારે વિરોધના કારણે આખરે તાપી-પાર-નર્મદા રિવર લિંક અપ યોજના સ્થિગત કરવામાં આવી છે. ટુંકસમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. કેન્દ્ર સરકાર સાથે આજે સ્થાનિક આદિવાસી વિસ્તારમાં એક બેઠક યોજવામાં આવી હતી.

ગુજરાત : તાપી-પાર-નર્મદા રિવર લિંક અપ યોજના સ્થગિત કરાઇ
Gujarat: Tapi-Par-Narmada river link up project postponed (ફાઇલ તસ્વીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 10:19 PM

ભારે વિરોધના કારણે આખરે તાપી-પાર-નર્મદા રિવર લિંક અપ યોજના (Tapi-Par-Narmada River Link Project)સ્થિગત (Postponed)કરવામાં આવી છે. જોકે આ અંગે સત્તાવાર જાહેરાત ટુંક સમયમાં કરવામાં આવશે. કેન્દ્ર સરકાર (Union Minister)સાથે આજે સ્થાનિક આદિવાસી વિસ્તારમાં એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં સ્થાનિક આદિવાસી નેતાઓ, ધારાસભ્યો- સાંસદો સહિત કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમન, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમન થતા કેન્દ્રીય પાણી પુરવઠા મંત્રી ગજેન્દ્ર શેખાવત સાથે બેઠકમાં આ યોજનાના કારણે ગુજરાતના આદિવાસીઓની સ્થિતિ વિશે કેન્દ્રને અવગત કરાયા હતા.

નોંધનીય છેકે આ પ્રોજેક્ટનો આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વિરોધ હતો. અને, આદિવાસીઓ આ મામલે છેક ગાંધીનગર સુધી આંદોલન ચલાવી રહ્યા છે. પાર-તાપી-નર્મદા રિવર લિંકીંગ પ્રોજેક્ટમાં સાત જેટલા ડેમો બનવા જઇ રહ્યા છે. જેમાં ત્રણ મહાકાય ડેમો ડાંગના વઘઇ તાલુકામાં બનવા જઇ રહ્યા છે. જેના વિરોધમાં જુદા જુદા આદિવાસી સંગઠન સહિત રાજકીય આગેવાનો પણ ડેમ હટાવો ડાંગ બચાવોના સુત્રોની સાથે આદિવાસી સંગઠન સમિતિ સાથે આગળ આવ્યા છે. લોકસભામાં બજેટની ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી દ્વારા બજેટમાં રીવર લિંકીંગ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા દક્ષિણ ગુજરાત ના લોકોમાં આ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ હતી,

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જેમાં થોડા દિવસ અગાઉ વઘઇ તાલુકામાં ડુબાણમાં આવતા 72 ગામો પૈકી ડુબાણમાં આવતા જામલાપાડા-રંભાસ ખાતે આદિવાસી સંઘર્ષ સાથે એક બિનરાજકીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આદિવાસી સંગઠનની સાથે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા ઉપસ્થિત રહ્યા હતા. અને તાપી પાર રિવર લિંક અંતગર્ત ડુબાણમાં જતા પચાસ હજારથી વધુ આદિવાસી લોકોને અસર થવાની છે.

અત્રે નોંધનીય છે કે, ખેડૂતો અંગેના કાયદા બાદ આ બીજા ડ્રીમ પ્રોજેક્ટ સમાન યોજના આદિવાસીઓના ભારે વિરોધ વચ્ચે આખરે સ્થગિત કરવામાં આવી છે. અને, ટુંક સમયમાં આ મામલે સરકાર સત્તાવાર જાહેરાત કરશે.

આ પણ વાંચો – Oscar Awards 2022: ઓસ્કાર ટ્રોફીમાં કોની હોય છે પ્રતિમા, શું તેની કિંમત ખરેખર એક ડોલર છે? જાણો તેના વિશે

આ પણ વાંચો: ગુજરાતમાં આજે કોરોનાના નવા 8 કેસ નોંધાયા, કોરોનાથી એક પણ મૃત્યુ નહીં

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">