AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tapi જિલ્લામાં સોનગઢ તાલુકાના આમાલપાડ, બોરદા ગામ સહીત વિવિધ ગામો ખાતે ‘અમૃત કળશ યાત્રા’ યોજાઇ

"મારી માટી, મારો દેશ - માટીને નમન, વીરોને વંદન" અંતર્ગત તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના આમાલપાડ, બોરદા ગામ સહીત વિવિધ ગામો ખાતે 'અમૃત કળશ યાત્રા' યોજાઇ. રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ 'અમૃત કળશ' યાત્રાની મુલાકાત લીધી. દેશની આઝાદીના ઇતિહાસમાં ધરતી માતાને ગૌરવ આપવાનું કામ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયું. 

Tapi જિલ્લામાં સોનગઢ તાલુકાના આમાલપાડ, બોરદા ગામ સહીત વિવિધ ગામો ખાતે 'અમૃત કળશ યાત્રા' યોજાઇ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2023 | 11:26 PM
Share

રાજ્યમંત્રી કુંવરજી હળપતિ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં ઉત્સાહપૂર્વક ‘મારી માટી, મારો દેશ’ અભિયાનની ઉજવણી કરાઇ હતી. આ સાથે વીર શહીદોની યાદમાં ઠેર ઠેર ‘માટીને નમન, વીરોને વંદન’ થીમ સાથે કાર્યક્રમો યોજાયા હતા.

આ ઉજવણીના ભાગરૂપે બીજા ચરણમાં કળશ યાત્રાનું દેશવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. બીજા ચરણની કળશ યાત્રાના ભાગરૂપે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાઘડકુવા, આમલપાડા, ફતેહપુર, બોરદા ગામે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં ‘અમૃત કળશ યાત્રા’ યોજાઇ હતી.

આ પ્રસંગે રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, આપણા દેશની આઝાદીના ઇતિહાસમાં ધરતી માતાને ગૌરવ અપાવવાનું કામ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. આજે તમે એકત્ર કરેલી ચપટી માટી, આપણી રાજધાની દિલ્લી ખાતે લઇ જવામાં આવશે અને ત્યાં આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીર શહીદોની યાદમાં ‘અમૃત વન’ બનાવવામાં સિંહફાળો આપશે.

આ પણ વાંચો : Bhavnagar : ભાવનગર આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ સસ્પેન્ડ, 2019થી સ્ટોક રજિસ્ટર મેઈન્ટેઈન ન થતા કાર્યવાહી- Video

તેમણે વધુમાં જણાવ્યુ કે ‘મારી માટી, મારો દેશ’ અભિયાન મુખ્ય ઉદેશ દેશની માટીનું ઋણ અદા કરવા, અને આઝાદી માટે ત્યાગ, બલિદાન આપનારા મહાનાયકો, વીરો, શહીદોના સન્માનમાં દેશના તમામ ગામોમાંથી માટીને એકત્રિત કરીને, દિલ્હી ખાતે પહોંચાડવાના હેતુ છે. સાથે આ યાત્રા દેશની નવી પેઢી અને નાગરિકોમાં દેશભાવના જગાડવા માટેનો પણ એક નમ્ર પ્રયાસ છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ ‘અમૃત કળશ યાત્રા’મા જિલ્લા, તાલુકા પંચાયત સમિતિના પ્રમુખશ્રી, સભ્યો, અને ગામના અગ્રણીઓ, ભાઈઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">