AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્પીકમેકે દ્વારા અમદાવાદમાં બે દીવસનો શાસ્ત્રીયસંગીતનો શ્રુતી અમૃત મહોત્સવ યોજાયો

અમદાવાદમાં બે દીવસનો શાસ્ત્રીયસંગીતનો શ્રુતી અમૃત મહોત્સવ યોજાયો. આ કાર્યક્રમમાં દેશના શાસ્ત્રીયસંગીતના નામંકીત ઊભરતા સિતારાઓ હાજર રહ્યા હતા.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્પીકમેકે દ્વારા અમદાવાદમાં બે દીવસનો શાસ્ત્રીયસંગીતનો શ્રુતી અમૃત મહોત્સવ યોજાયો
Sachin Kolte
| Edited By: | Updated on: Aug 07, 2023 | 5:01 PM
Share

આઝાદી કા અમૃત મહોત્સવ અને સોસાયટી ફોર પ્રમોશન ઓફ ઈન્ડીયન કલાસીકલ મ્યુઝીક એન્ડકલ્ચર એમોન્ગસ્ટ યુથ ( સ્પીકમેકે) દ્વારા આયોજિત કાર્યક્રમમાં દેશના શાસ્ત્રીયસંગીતના નામંકીત ઊભરતા સિતારાઓએ તા 5-6 શનિ અને રવિવારે એમ બે દિવસ ગુજરાત યુનિવર્સીટીના સેનેટ હોલ માં યોજાયો હતો.

આ બે દિવસના કાર્યક્રમમાં સંતુર ,વોકલ અને સિતારનો સંમન્વય હતો. સમગ્ર કાર્યક્રમ ને બહોળી સંખ્યામાં શ્રોતાજનોએ હાજરી આપી કલાકારોને તાળીઓ થી વધાવ્યા હતા.

પદમશ્રી માલીની અવસ્થીએ ઠુમરી, કજરીઅને દાદરાની રજુઆત  દેશ, પીલુ, મીયા મલ્હાર વગેરે રાગમાં કરીહતી. આ  કાર્યક્રમ તબલાવાદનપં. રામકુમાર  મિશ્રાજી, પ. વીનયકુમાર મીશ્રાહારમોનીયમ અને ઉસ્તાદ મુરાદઅલી સાહેબના સારંગીવાદન થી વધુ રોચક બન્યો.

વિખ્યાતશાસ્ત્રીય કંઠય સંગીતકાર મંજુશા પાટીલજીએ સંત તુકારામ, સંત જ્ઞાનેશ્વર, મીરાબાઈ વગેરે સંતના ભજનો ગાઈ વાતાવરણ ભકિતમય બનાવી લીધુ હતુ. તેમણે યમન, સોહની અને ભૈરવી રાગ સહિતરાદમાં રચના ગાઈ હતી. આ દરમ્યાન સંગત તબલામાં પ્રશાંત પંડીત, હારમોનીમ પર ચૈતન્ય કુંતેજીઅને મંજીરા શિરીષજીએ વગાડયા હતા. બીજા દિવસે રવિવારે પંડીત સતીશજીએ સંતુર પર રાગ મેઘ વગાડયો હતો.

તેમની સાથે તબલામાં સંગત આદિત્ય કલ્યાણપુરીજીએ કરી વરસાદી વાતાવરણને વધુ આલ્હાદક બનાયુ હતુ. રીતેશજી અને રજનીશજીએ રાગ મલ્હાર ગાયો હતો. જેમાં તબલાપર સંગત શૈલેન્દ્ર મિશ્રા અને હારમોનીયમ પર સુમીત મિશ્રાએ કરી હતી.

આ પણ વાંચો : Ahmedabad : આ પરિવાર 73 વર્ષ જૂની ‘લાલપરી’ માં જશે ભારતથી લંડન, 16 દેશોમાંથી 12 હજાર કિમીનો કરશે પ્રવાસ, જુઓ Video

આ દરમ્યાન ઉસ્તાદ શાહીદ પરવેઝે સિતાર પર રાગ ઝંઝોટી અને કાફી રાગ વગાડતા શ્રોતા દંગ થઈ ગયા હતા. તેમને તબલા પરઆદીત્ય કલ્યાણપુરી અને હારમોનીયમ પર જીગર મીસ્ત્રીએ સંગત આપી હતી. સમગ્ર કાર્યક્રમ શ્રોતાઓના અદમ્ય ઉત્સાહ અને આવકાર સાથે સંપુર્ણ થયો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">