Bhavnagar : ભાવનગર આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ સસ્પેન્ડ, 2019થી સ્ટોક રજિસ્ટર મેઈન્ટેઈન ન થતા કાર્યવાહી- Video
Bhavnagar: ભાવનગરમાં આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કુંભારવાડા UPHC સેન્ટરના ફાર્માસિસ્ટ જતીન પટેલે વર્ષ 2019થી સ્ટોક રજિસ્ટર મેઈન્ટેઈન કર્યુ હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. ગેરરીતિની શંકાથી તેમને સસ્પેન્ડ કરાયા છે. કોર્પોરેશન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ અને એ દરમિયાન આ કામગીરી કરવામાં આવી આવી હતી. ફાર્માસિસ્ટ સામે ફરજમાં બેદરકારી દાખવવાનો આરોપ છે.
Bhavnagar: ભાવનગરના કુંભારવાડા UPHC સેન્ટરના ફાર્માસિસ્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય કેન્દ્રએ સપાટો બોલાવતા કોર્પોરેશનના આરોગ્ય અધિકારીએ ચેકિંગ હાથ ધર્યુ હતુ. આ દરમિયાન ફાર્માસિસ્ટે વર્ષ 2019થી રજિસ્ટર મેઈન્ટેઈન ન કર્યુ હોવાની હકીકત સામે આવી હતી. તેમની સામે ફરજમાં બેદરકારી દાખવી હોવાનો આરોપ છે. આથી ગેરરીતિની આશંકાને પગલે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
આ તરફ ભાવનગરમાં ગેરકાયદે મકાન તોડી દેવાતા યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે તંત્રએ RTO પાસે મકાન તોડી પાડતા યુવકે આપરઘાત કરી લીધો. મનપાના અધિકારીએ મકાન તોડી નાખતા યુવકે ઝેરી દવા પીધી. 3 લાખ રૂપિયા વ્યાજે લઈ બનાવેલુ મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવતા યુવકને લાગી આવતા આત્મઘાતી પગલુ ભર્યુ હોવાનો પરિવારજનોનો આરોપ છે.
આ પણ વાંચો: Amreli : અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ, ખેલૈયાઓમાં ચિંતા- Video
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો