Surendranagar : ઓળી ઝોળી પીપળ પાન પોલીસે પાડ્યુ ‘સુજલ’ નામ, ત્યજી દીધેલી બાળકીને મળ્યુ રાજકીય આગેવાનો અને અધિકારીઓ દ્વારા નામ

|

May 05, 2022 | 2:17 PM

બાળકીના માતા પિતાની શોધખોળ કોઈ ભાળ ન મળતા આખરે હિન્દૂ રીત (Hindu Ritual) રિવાજ મુજબ છઠ્ઠી ની વિધિ કરી બાળકીનું નામ કરણ કરવાનુ નક્કી કર્યું હતુ

Surendranagar :  ઓળી ઝોળી પીપળ પાન પોલીસે પાડ્યુ સુજલ નામ, ત્યજી દીધેલી બાળકીને મળ્યુ રાજકીય આગેવાનો અને અધિકારીઓ દ્વારા નામ
The naming ceremony of the abandoned girl

Follow us on

ગયા અઠવાડિયે ધ્રાંગધ્રા (Dhrangadhra)તાલુકામાં મમતાને લજવતો કિસ્સો સામે આવ્યો હતો. દિકરી ત્યજવાની (Abondon Girl) ઘટના સામે આવતા આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો હતો.એવુ કહેવાય છે કે ‘રામ રાખે તેને કોણ ચાખે’, આ કિસ્સામાં પણ કંઈક આવુ જ કંઈક ગત બુધવારનાં રોજ ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામના(Bharada Village)  ગટરના નાળામાંથી મળેલી તાજી જન્મેલી બાળકી સાથે બન્યુ હતુ.

મોત સામેનો જંગ જીતીને આ બાળકી સ્વસ્થ થઈ

આ બાળકીને જોતા જ આસપાસના ગામ લોકો એકઠા થઈ ગયા હતા. જ્યારે ગામલોકોએ જોયુ ત્યારે બાળકીમાં જીવવાની કોઈ આશા દેખાતી નહોતી. બાદમાં ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ (Dhrangadhra Police) અને ત્યારબાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું. જો કે આરોગ્ય વિભાગની યોગ્ય કામગિરીને પગલે મોત સામેનો જંગ જીતીને આ બાળકી સ્વસ્થ બની હતી.

રાજકીય આગેવાનો સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા

બાદમાં બાળકીના માતા પિતાની શોધખોળ કોઈ ભાળ ન મળતા આખરે હિન્દૂ રીત (Hindu Ritual) રિવાજ મુજબ છઠ્ઠી ની વિધિ કરી બાળકીનું નામ કરણ કરવાનુ નક્કી કર્યું હતુ.ધ્રાંગધ્રા પોલીસ કમ્પાઉન્ડમાં સત્ય નારાયણની કથા રાખીને સંતોની હાજરીમાં ધાર્મિક વિધિ મુજબ બાળકીનુ નામ કરણ કરવામાં આવ્યુ.આ બાળકીનું નામ સુજલ રાખવામાં આવ્યુ છે.પોલીસ શટેશન કમ્પાઉન્ડમાં સત્ય નારાયણની કથા યોજી ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં આ નામ કરણ વિધી યોજાઇ હતી. આ નામકારણ વિધિમાં સાધુ સઁતો, ધ્રાંગધ્રા હળવદનાં ધારાસભ્ય પરશોતમ સાબરીયા, જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત, સામાજિક સંસ્થાનાં આગેવાનો, સામાજિક કાર્યકરો, ની ઉપસ્થિતીમાં નામકરણ કરવામાં આવ્યું હતું જેમાં જલ કોઈ પણ સ્વરૂપમાં પવિત્ર છે અને દીકરી જલમાંથી મળી હોવાથી એનું નામ સુજલ (Sujal) રાખવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા દુધાતે ભાવુક થઈ ગયા હતા. દીકરીને આશીર્વાદ આપ્યા સાથે તેણે આ દીકરી નસીબવાન ગણાવી હતી, કારણ કે દુનિયાભર માં બાળકોના માત્ર એક માતા- પિતા હોય છે જયારે અહીં અનેક માતા- પિતા અને તેમની લાગણી, પ્રેમ આશીર્વાદ આ દીકરી સાથે છે તેમ જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે, હાલ મોટી સંખ્યામાં લોકોએ સુજલના કપડાં, શિક્ષણ અને કેળવણી માટે ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી હતી.પણ વહીવટી નિયમ મુજબ સુજલ ને હવે ચિલ્ડ્રન હોમ મોકલવામાં આવશે.

Published On - 2:12 pm, Thu, 5 May 22

Next Article