AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરેન્દ્રનગર: વસ્તડી ગામની શાળામાં વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા નીપજ્યુ મોત, શાળા અને શિક્ષક સામે પરિવારના આક્ષેપ

સુરેન્દ્રનગર: વઢવાણના વસ્તડી ગામના શાળામાં વીજ કરંટ લાગવાથી વિદ્યાર્થીનું મોત નીપજ્યુ છે. પરિવારજનોએ શાળા અને શિક્ષકો સામે બેદરકારીનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થી પાણીની મોટર ચાલુ કરવા ગયો હતો અને વીજ કરંટ લાગતા તેનુ સ્થળ પર જ મોત થયુ હતુ.

સુરેન્દ્રનગર: વસ્તડી ગામની શાળામાં વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા નીપજ્યુ મોત, શાળા અને શિક્ષક સામે પરિવારના આક્ષેપ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2024 | 12:03 AM
Share

સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલા વસ્તડી ગામની શાળામાં ગમખ્વાર દુર્ઘટના બની. શાળાના 9માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને વીજ કરંટ લાગી જતા મોત નીપજ્યું. જે બાદ પરિજનોમાં અને ગામના લોકોમાં શોકનો માહોલ છે. જેને લઇ શાળા અને શિક્ષક સામે પણ અનેક આક્ષેપ લાગી રહ્યા છે.

મોટર ચાલુ કરવા જતા વીજ કરંટ લાગતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત

મળતી માહિતી મુજબ, સુમિત રૂદાતલા નામનો વિદ્યાર્થી શાળામાં હતો. ત્યારે પાણીની મોટર ચાલુ કરવા ગયો હતો. આ દરમિયાન વિદ્યાર્થીને વીજ કરંટ લાગ્યો અને સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે, મૃતકના પરિજનોએ આક્ષેપ કર્યા છે કે, એક શિક્ષકે વિદ્યાર્થીને મોટર ચાલુ કરવા મોકલ્યો હતો. જે બાદ આ દુર્ઘટના બની છે. સાથે એવા પણ આક્ષેપ કર્યા કે વિદ્યાર્થીઓને શાળામાં ભણાવવાને બદલે મજૂરી કામ કરાવવામાં આવે છે.

મહત્વનુ છે, મૃતક વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડીને તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. જો કે ઘટનાને લઇ લોકોમાં આક્રોશનો માહોલ જોવા મળ્યો છે. મૃતકના પરિજનો અને ગામના આગેવાને શાળાની બેદરકારી હોવાનું જણાવ્યું છે. ત્યારે સવાલ ઉભા થાય છે, શું શાળામાં બાળકોને ભણાવવામાં આવે છે કે મજૂરી કરાવાય છે? અને આ વિદ્યાર્થીનું મોત થયું તેનું જવાબદાર કોણ? તો, હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શાળા કે શિક્ષકો સામે કોઇ તપાસ કાર્યવાહી થાય છે કેમ ?

યુવક યુવતીએ કેનાલમાં ઝંપલાવી કર્યો આપઘાતનો પ્રયાસ, યુવતીનું મોત

આ તરફ સુરેન્દ્રનગરમાં કેનાલમાં ઝંપલાવી યુવક-યુવતીએ આપઘાતનો કર્યો હતો. જેમા ડૂૂબી જવાથી યુવતીનું મોત થયુ છે જ્યારે યુવક સારવાર હેઠળ છે. યુવકે ધક્કો માર્યો હોવાથી યુવતીનું મોત થયુ હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે.  યુવતીના પરિવારે યુવક સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. યુવક સામે જ્યાં સુધી કાર્યવાહી ન થાય ત્યાં સુધી યુવતીનો મૃતદેહ નહીં સ્વીકારવાની પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો: અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી બન્યા રોમેન્ટિક, વીડિયો આવ્યો સામે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
g clip-path="url(#clip0_868_265)">