AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surendranagar : લીંબડીમાં આજે સનાતન ધર્મના સંતોનું મહા સંમેલન, સંતો 20થી વધુ ઠરાવ પર મહત્વના નિર્ણય લે તેવી શક્યતા

સંમેલનમાં અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી, ઋષિ ભારતી મહારાજ, શેરનાથ બાપુ, દુર્ગા દાસજી, લલિત કિશોરજી, ગંગા દાસજી ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા વારંવાર થતા દેવી-દેવતાઓના અપમાન મુદ્દે ભવિષ્યની રણનીતિ ઘડાઈ શકે છે. સંતો 20થી વધારે ઠરાવ પર કેટલાક મહત્વના નિર્ણય લે તેવી શક્યતા છે.

Surendranagar : લીંબડીમાં આજે સનાતન ધર્મના સંતોનું મહા સંમેલન, સંતો 20થી વધુ ઠરાવ પર મહત્વના નિર્ણય લે તેવી શક્યતા
Sachin Kolte
| Edited By: | Updated on: Sep 05, 2023 | 9:34 AM
Share

Surendranagar : સાળંગપુરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો (Salangpur Hanuman Temple Controversy) હટાવવામાં આવ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરના લીંબડીમાં આજે મળનારા સનાતન ધર્મના સંતોના મહાસંમેલન પર સૌની નજર છે. લીંબડીના નિમ્બાર્ક પીઠ સ્થિત મોટા મંદિર ખાતે આયોજીત સંત સંમેલનમાં રાજ્યભરમાંથી મોટા સંતો હાજર રહેશે.

આ પણ વાંચો-Mandi : જંબુસરની APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 2500 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

સંમેલનમાં અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી, ઋષિ ભારતી મહારાજ, શેરનાથ બાપુ, દુર્ગા દાસજી, લલિત કિશોરજી, ગંગા દાસજી ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા વારંવાર થતા દેવી-દેવતાઓના અપમાન મુદ્દે ભવિષ્યની રણનીતિ ઘડાઈ શકે છે. સંતો 20થી વધારે ઠરાવ પર કેટલાક મહત્વના નિર્ણય લે તેવી શક્યતા છે. સાળંગપુરના ભીંતચિત્રોને લઇને સંત અને સનાતન સમાજની સાથે વિવિધ હિંદુ સંગઠનોમાં પણ આક્રોશ ફેલાયો છે. લીંબડી ખાતે નિમ્બાર્ક પીઠ ખાતે મળનારી ગુજરાતનાં સંતોની બેઠક અતિ મહત્વની છે. નિમ્બાર્ક પીઠ ખાતેની બેઠકમાં ગુજરાતના સંતો હવે નિર્ણાયક મૂડમાં છે. ત્યારે બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દા પર ચર્ચા થવાની છે. જે નીચે મુજબ છે.

બેઠકમાં ચર્ચામાં લેવાનારા કેટલાક મુદ્દાઓ

  • સહજાનંદ સ્વામીના નામની આગળ સર્વોપરી શબ્દ લગાવવો નહીં
  • ભારત સરકાર સનાતન ધર્મ સાહિત્યનો દુરુપયોગ કરનારા વિરુદ્ધ સજાની જોગવાઈનું એલાન કરે
  • સ્વામિનારાયણ સંપ્રદાય સહજાનંદ સ્વામીને પોતાના ઇષ્ટદેવ માને છે ત્યારે તેમના મંદિરોમાં ક્યાંય પણ સનાતન ધર્મના દેવી દેવતાઓનું સ્થાપન ન થવું જોઈએ
  • સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા પોતાના પ્રવચનમાં સનાતન ધર્મના દેવી દેવતાઓનાં નામનો ઉલ્લેખ ન કરવો
  • સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા સનાતન ધર્મના શાસ્ત્રો શ્રીમદ ભાગવત ગીતા, રામચરિતમાનસ તેમજ હનુમંત કથાઓ વગેરે શાસ્ત્રોની કથાઓ ઉપરાંત સનાતન ધર્મના કર્મકાંડ વગેરે ન કરવા
  • સ્વામીમારાયણ સંતોએ સનાતન ધર્મની કબજે કરેલી જગ્યા ખાલી કરીને શ્રી સરકારને પરત કરવી અથવા સનાતન ધર્મની સંસ્થાને પરત સોંપવી
  • સનાતન ધર્મના નામે કોઇ પણ સંસ્થામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હોદ્દા ઉપર હોય તો તેઓને તે હોદ્દા ઉપરથી રાજીનામા લઈને એમને બરખાસ્ત કરવા
  • અબુધાબીમાં બનાવેલું સ્વામિનારાયણ મંદિર છે તેને હિન્દુ તરીકે ગણવું નહીં તે જ રીતે બીજા દેશોમાં પણ સનાતન હિન્દુ મંદિર એવું લખવું નહીં
  • સનાતન ધર્મના સંતો પોતાની કાયદાકીય લડાઇ માટે ડૉ. વસંત પટેલને જવાબદારી સોંપાઈ
  • સમગ્ર સનાતન ધર્મને બચાવવાં માટે સનાતન ધર્મ સંરક્ષણ સમિતિની રચના કરવી, જેમા સમગ્ર ગુજરાતમાંથી સંતોની નિમણૂક કરવી, જે બાદ કોઇ પણ બનાવમાં આ સંરક્ષણ સમિતિનો નિર્ણય જ માન્ય ગણવો

સુરેન્દ્રનગર સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">