AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surendranagar News : ગરબા આયોજકોને જિલ્લા કલેક્ટરે આપી સૂચના, આટલી વ્યવસ્થા કરવી પડશે ફરજિયાત

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટના અઘ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે નવરાત્રીના આયોજનને લઇને આયોજકો સાથે પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર એ આયોજકો પાસેથી આયોજનની વિગતો મેળવી દરેક મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી જરૂરી માર્ગદર્શન સૂચનો કર્યા હતા.

Surendranagar News : ગરબા આયોજકોને જિલ્લા કલેક્ટરે આપી સૂચના, આટલી વ્યવસ્થા કરવી પડશે ફરજિયાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 5:57 AM
Share

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લા અને શહેરમાં નવરાત્રીના આયોજનન માટેની બેઠકમાં જિલ્લા કલેકટર કે.સી.સંપટે જણાવ્યું હતું કે, દરેક આયોજકોએ નવરાત્રી માટેની અરજી, આયોજકનું આધાર કાર્ડ, જગ્યા માલિકનું સંમતિપત્ર (જગ્યા ભાડે આપી હોય તો તેનો પુરાવો), મહિલા તેમજ પુરુષ સિક્યુરિટી ગાર્ડની સંખ્યા સાથેની વિગતો, ફાયર સેફ્ટી અંગેનું પ્રમાણપત્ર, ઇલેક્ટ્રીક ફીટીંગ અંગેનું ગવર્મેન્ટ માન્ય ઇલેક્ટ્રિશિયનનું પ્રમાણપત્ર, જનરેટરની વ્યવસ્થા કરી છે કે નહીં તેની વિગતો, CCTV કેમેરા ક્યાં-કેટલા લગાવ્યા છે તેની વિગતો, સાઉન્ડ સિસ્ટમ વાળા વ્યક્તિનું નામ/સરનામું સહિતની વિગતો, આર્ટિસ્ટનું સંમતિપત્ર, વીમા પોલિસી અને પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ ફરજિયાત પણે કરવાની રહેશે.

આ પણ વાંચો: Surendranagar News : લીંબડીમાં ગેરકાયદેસર ધમધમતી નોનવેજની લારીઓ બંધ કરાવવા ઉગ્ર રજૂઆત

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાસ ગરબાના સ્થળની આસપાસ ટ્રાફિક ન થાય તે માટે દરેક આયોજકોએ ગરબાના સ્થળથી દૂર પાર્કિંગની વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ એન્ટ્રી-એક્ઝિટ અને પાર્કિંગ એરિયા કવર થાય તે રીતે નાઈટવિઝન વાળા કેમેરા લગાડવાના રહેશે. તથા તેનું રેકોર્ડિંગ પોલીસ માગે ત્યારે આપવું પડશે. ગરબાના સ્થળે પુરુષ અને મહિલા સિક્યુરિટી ગાર્ડ અને સ્વયંસેવકો પણ રાખવાના રહેશે. સુપ્રીમ કોર્ટે લાઉડ સ્પીકર વગાડવા માટે રાત્રે 12 વાગ્યા સુધીની મંજૂરી આપી છે તે મુજબ દરેક આયોજકોને અનુસરવા જણાવ્યું હતું.

તાત્કાલિક સારવાર આપી શકાય તે પ્રમાણેનું આયોજન

આ ઉપરાંત તાજેતરમાં યુવાનોમાં વધી રહેલી હાર્ટ એટેકના કિસ્સાઓને લઈને ચિંતા વ્યક્ત કરતા કલેક્ટર એ જણાવ્યું હતું કે, દરેક આયોજકોએ CPR ની જાણકારી હોય તેવા સ્વયંસેવકો રાખવાના રહેશે. વધુમાં તેમણે આરોગ્ય વિભાગને મેડિકલની ટીમ અને 108 એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવા અને સમગ્ર નવરાત્રી દરમિયાન આવો કોઈ પણ કેસ સામે આવે તો તેને તાત્કાલિક સારવાર આપી શકાય તે પ્રમાણેનું આયોજન ઘડી કાઢવા જણાવ્યું હતું.

બેઠકમાં કર્મચારીઓ સહિત ગરબા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા

આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી પી.એન. મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.રાયજાદા, પ્રાંત અધિકારી ભાવનાબા ઝાલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી.ગોહિલ સહિત સંબધિત વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ સહિત ગરબા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: SAJID BELIM)

Follow Us
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">