Surendranagar News : લીંબડીમાં ગેરકાયદેસર ધમધમતી નોનવેજની લારીઓ બંધ કરાવવા ઉગ્ર રજૂઆત
જાહેરમાં નોનવેગના વેચાણથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાય રહી છે. AHP અને રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકરોએ ડીવાયએસપી કચેરીએ આવેદન આપી નીનવેજની લારીઓ બંધ કરાવવા માટે આવેદનપત્ર આપી ઉગ્ર માંગ કરી છે.

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં ગેરકાયદેસર કોઇપણ તંત્રની મંજુરી વગર ઠેરઠેર નોનવેજની લારીઓ ધમધમતી હોઇ અને અગામી દિવસોમાં હિન્દુ ધર્મના પ્રવિત્ર તહેવાર નવરાત્રિ, દિવાળીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે જાહેરમાં નોનવેગના વેચાણથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાય રહી છે. AHP અને રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકરોએ ડીવાયએસપી કચેરીએ આવેદન આપી નીનવેજની લારીઓ બંધ કરાવવા માટે આવેદનપત્ર આપી ઉગ્ર માંગ કરી છે.
આ પણ વાંચો: Mandi : સુરેન્દ્રનગરના ચોટીલાની APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8100 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
લીંબડી શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે ચાલતી નોનવેજની લારીઓ બંધ કરાવવા આંતરરાષ્ટ્રિય હિન્દુ પરીષદ અને રાષ્ટ્રીય બજરંગદળના બકુલભાઈ ખાખી, યોગેન્દ્રસિંહ રાઠોડ, મનહરભાઈ ચાવડા, કિશોરસિંહ રાણા, પ્રતિક શેઠ સહિતનાએ ડીવાયએસપી કચેરીએ આવેદન આપ્યું છે.
નોનવેજની લારીઓ પાસે અસામાજીક તત્વોનો જમાવડો
આવેદનમાં જણાવ્યું હતું કે નવરાત્રિ, દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે શહેરના મુખ્ય માર્ગો, તળાવ મહોલ્લા, સિવિલ હૉસ્પિટલ, સ્વામીનારાયણ મંદિર નજીકના અનેક વિસ્તારોમાં પરવાનગી વગર લારીઓમાં ખુલ્લેઆમ નોનવેજનો વેપલો થઈ રહ્યો છે. શાળા, મંદિરો, શાક માર્કેટ સહિત જગ્યા નજીક બેરોકટોક લારીમાં નોનવેજ મળતુ હોવાથી લારીઓ પાસે દારૂડિયા, લુખ્ખા અને આવારા તત્ત્વો અડ્ડો જમાવીને બેઠા હોઇ તેવા દ્રશ્યો દેખાઇ છે.
ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી
રસ્તે પસાર થતી છાત્રો, મહિલાઓ ધાર્મીક લોકો દુર્ગંધવાળી નોનવેજની લારી નજીકથી પસાર થવા મજબૂર બની રહ્યા છે. નોનવેજ લારીઓ જાહેર માર્ગો પર હોવાને કારણે ટ્રાફિક સમસ્યા વધી રહી છે. લીંબડી શહેરમાં અનેક જગ્યાએ નોનવેજની લારીઓ તંત્રની મીંઠી નજર તળે ધમધમી રહી છે જે તાત્કાલિક અસરથી નોનવેજની લારીઓ, હાટડીઓ બંધ કરાવવા નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
મહત્વનું છે કે થોડા દિવસમાં નવરાત્રી શરૂ થવા જઈ રહી છે ત્યારે નોનવેજની લારીઓ દૂર કરવામાં આવે, અને જો માગ સ્વીકારમાં નહી આવે અને લારીઓ ચાલુ રહેશે તો AHP અને બજરંગદળે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી આપી છે.
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: SAJID BELIM)