સુરેન્દ્રનગર : નાગરિકો પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા પાલિકાને કરી રજુઆત, પગલા ભરવામાં નહીં આવે તો ઉચ્ચારી આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગરમાં વોર્ડ નંબર 9ના નાગરિકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. જો સત્વરે આ મામલે પગલાં ભરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 8:21 AM

સુરેન્દ્રનગર : ઘણી નગરપાલિકામાં નાગરિકો પ્રાથમિક સુવિધાથી વંચિત રહે છે. સુરેન્દ્રનગરમાં (Surendranagar) વોર્ડ નંબર 9માં લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. સુરેન્દ્રનગર નગરપાલિકા (Surendranagar Nagar Palika) વોર્ડ નંબર 9માં પ્રાથમિક સુવિધા બાબતે સ્થાનિક લોકોએ પાલિકા કચેરીએ રજૂઆત કરી છે. ગટર રોડ રસ્તા અને ગંદકીના પ્રશ્નો સહિત પાલિકા પ્રમુખને રજૂઆત કરી છે. છેલ્લા ચાર વર્ષથી રોડ રસ્તા કામ ન થતાં સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

પ્રાથમિક સુવિધા મામલે જો તેઓની માંગણીઓ નહી સંતોષાય તો સ્થાનિક લોકો દ્વારા ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

આ પહેલાલ શીયાણીપોળ સહિત વોર્ડ નંબર 12માં ભૂગર્ભ ગટરો માટે ખોદકામ કરી મુકી દીધેલ છે. આડેધડ ખોદકામ કરી નાખતા પીવાના પાણીની લાઇનમાં દૂષિત પાણી ભળી જતા લોકોના સ્વાસ્થ્ય કથળે છે. શહેરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે. ત્યારે શહેરીજનો અનેક વખત પાલિકામાં લેખિતમાં અને મૌખીક રજૂઆત કરીને શુદ્ધ અને સારૂ પીવાનું પાણી વિતરણ કરવામાં આવે તેવી માગ અવાર નવાર કરી હતી.

Follow Us:
જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ
જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ
મત આપ્યાનું નિશાન બતાવો અને 100થી વધુ પ્રકારના સ્વાદિષ્ટ ભજીયા ખાવ
મત આપ્યાનું નિશાન બતાવો અને 100થી વધુ પ્રકારના સ્વાદિષ્ટ ભજીયા ખાવ
મતદારો અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ - રમજુભા જાડેજા
મતદારો અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ - રમજુભા જાડેજા
યલો એલર્ટ વચ્ચે મતદાન કરવા માટે ઉમટ્યા અમદાવાદીઓ
યલો એલર્ટ વચ્ચે મતદાન કરવા માટે ઉમટ્યા અમદાવાદીઓ
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">