AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં ખનિજમાફીયા બેફામ, પાટણ-મહેસાણા, કચ્છ, સુરેન્દ્રનગરમાં સામે આવી ખનિજ ચોરી- જુઓ વીડિયો

રાજ્યમાં ખનિજમાફીયા બેફામ, પાટણ-મહેસાણા, કચ્છ, સુરેન્દ્રનગરમાં સામે આવી ખનિજ ચોરી- જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2023 | 12:00 AM
Share

  રાજ્યમાં દિવસે દિવસે ખનિજ માફિયાઓ બેફામ બની રહ્યા છે અને બેરોકટોક ખનિજ ચોરી કરી રહ્યા છે. પાટણ અને મહેસાણાં ખનિજ વિભાગમાં જાસુસી કાંડ સામે આવ્યુ તો કચ્છમાં ખનિજ ચોરી ઝડપાઈ. આ તરફ સુરેન્દ્રનગરમાં 800 ગેરકાયદે ખાણ ઝડપાઈ છે.

રાજ્યભરમાં ખનિજની ખાણ કૌભાંડની ખાણ સાબિત થઇ રહી છે જાસૂસીકાંડથી ચર્ચામાં આવેલા ખાણ ખનિજ વિભાગમાં ચાલી રહેલી લોલમલોલનો એક પછી એક પર્દાફાશ થઇ રહ્યો છે. ત્યારે આ 4 તસવીરો, સંકેત આપી રહી છે કે ખનિજની ખાણ કૌભાંડનો પર્યાય બની છે. કચ્છમાં ફ્લાઇંગ સ્ક્વોડની કાર્યવાહીમાં ખનિજ ચોરી કરતા વાહનો ઝડપાયા.

પાટણમાં ખાણ ખનિજ વિભાગના અધિકારીઓની જાસૂસીના ગુનાનો આરોપી ઝડપાયો, તપાસમાં ખુલાસો થયો કે વિક્રમ ઠાકોરે GPS ઓપરેટ કરતા હતો. આ તરફ મહેસાણામાં ખાણ ખનિજ વિભાગના અધિકારીઓની જાસૂસી મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કૌભાંડો અને ફરિયાદોના આરોપ વચ્ચે સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ધમધમતી ખાણ પૂરવા માટે 86 લાખની ગ્રાંટ મંજૂર કરાઇ છે. એક અંદાજ મુજબ સુરેન્દ્રનગરમાં 800થી વધુ કાર્બોસેલની ખાણો ધમધમી રહી છે.

આ પણ વાંચો: રાજકોટ: લેઉવા પાટીદાર મહાસંમેલનમાં જયરાજસિંહે સાધ્યુ નિશાન કહ્યુ રીબડામાં વિના સંકોચે જમીન ખરીદો, પછી કંઈ થશે તો હું બેઠો છુ

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 22, 2023 11:59 PM
g clip-path="url(#clip0_868_265)">