Surendranagar : લાખોની રકમ ચાંઉ કરી ગયા અધિકારીઓ ! સરલા ગામની જૂથ સેવા સહકારી મંડળીના હોદ્દેદારો સામે ફરિયાદ

|

Jul 03, 2022 | 12:32 PM

ફરિયાદીએ 2008 થી 2015 સુધીના સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને 9 કારોબારી સભ્ય સામે ફરિયાદ દાખલ કરી છે.

Surendranagar : લાખોની રકમ ચાંઉ કરી ગયા અધિકારીઓ ! સરલા ગામની જૂથ સેવા સહકારી મંડળીના હોદ્દેદારો સામે ફરિયાદ
Symbolic image

Follow us on

સુરેન્દ્રનગર જિલ્લાના (Surendranagar )મુળીના સરલા ગામની જૂથ સેવા સહકારી મંડળીના હોદ્દેદારો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.સહકારી મંડળીના 9 હોદ્દેદારો સામે 1 કરોડ 10 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. તમને જણાવી દઈએ કે, 2008 થી 2015 સુધીના મંડળીના પ્રમુખ, મંત્રી અને 9 કારોબારી સભ્ય સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ગુજરાત HCના (Gujarat highcourt)આદેશ બાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બચુ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે.ખેડૂતોને (Farmer) લોન પેટે રૂપિયા આપવાના બદલે હોદ્દેદારોએ અંગત ઉપયોગ માટે વાપરી દીધા અને એટલુ જ નહીં આ રકમ ની ખોટ બતાવી ઉચાપતનો કારસો રચ્યો હતો.\

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સુરેન્દ્રનગર જિલ્લામાં વધી રહ્યા છે કૌભાંડો

થોડા દિવસો અગાઉ સુરેન્દ્રનગરના  મુળીના શેખપર ગામે સરકારી અનાજનો ગેરકાયદે સંગ્રહ કરેલો જથ્થો ઝડપાયો છે.શેખપર ગામની ફ્લોર મીલમાં ચેકિંગ હાથ ધરી પુરવઠા વિભાગે ઘઉં-ચોખાનો બીન હિસાબી જથ્થો પકડી પાડ્યો હતો. પુરવઠા ખાતાએ (Supply Department)  દરોડો પાડીને 12 લાખ 93 હજારની કિંમતનો 57 હજાર 935 કિલોનો જથ્થો(grains) સીઝ કર્યો છે. આટલી મોટી માત્રામાં સરકારી અનાજનો બિન હિસાબી જથ્થો પકડાતા મોટા કૌભાંડની (Scam) આશંકા સેવાઈ રહી છે, આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોને વેંચવામાં આવે છે એ અંગે પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે.

Next Article