સુરેન્દ્રનગર : ફરી લાખો રૂપિયાના ગેરકાયદે સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, પુરવઠા તંત્ર સામે શંકાની સોય

આટલી મોટી માત્રામાં સરકારી અનાજનો બિન હિસાબી જથ્થો પકડાતા મોટા કૌભાંડની (Scam)આશંકા સેવાઈ રહી છે, આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોને વેંચવામાં આવે છે એ અંગે પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર : ફરી લાખો રૂપિયાના ગેરકાયદે સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, પુરવઠા તંત્ર સામે શંકાની સોય
Illegal stock of rationing grains
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jun 26, 2022 | 2:14 PM

સુરેન્દ્રનગરના(Surendranagar)  મુળીના શેખપર ગામે સરકારી અનાજનો ગેરકાયદે સંગ્રહ કરેલો જથ્થો ઝડપાયો છે.શેખપર ગામની ફ્લોર મીલમાં ચેકિંગ હાથ ધરી પુરવઠા વિભાગે ઘઉં-ચોખાનો બીન હિસાબી જથ્થો પકડી પાડ્યો હતો. પુરવઠા ખાતાએ (Supply Department)  દરોડો પાડીને 12 લાખ 93 હજારની કિંમતનો 57 હજાર 935 કિલોનો જથ્થો(grains) સીઝ કર્યો છે. આટલી મોટી માત્રામાં સરકારી અનાજનો બિન હિસાબી જથ્થો પકડાતા મોટા કૌભાંડની (Scam) આશંકા સેવાઈ રહી છે, આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોને વેંચવામાં આવે છે એ અંગે પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે.

ગરીબોને આપવાનું અનાજ બારોબાર સગેવગે

સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા (Public distribution system) હેઠળ સસ્તા અનાજની દુકાનો શરૂ કરવામાં આવી છે.જેથી ગરીબ પરિવારોને પુરતુ અનાજ મળી રહે, પરંતુ ગરીબોને આપવાનું અનાજ બારોબાર પગ કરી જતુ હોવાનુ જોવા મળી રહ્યું  છે.ત્યારે ફરી આ પ્રકારનું કૌભાંડ ઝડપાતા પુરવઠા વિભાગ તરફ શંકાની સોય છે.આ અગાઉ પણ સરકારી અનાજ સગેવગે કરવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે.થોડા દિવસો અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર (lakhtar)  શહેર નજીક ખાનગી ગોડાઉનમાંથી 24.70 લાખનો જથ્થો ઝડપાયો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati