AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદ થી રાજકોટ તરફ જતો દારૂનો જથ્થો ઝડપાયો, સ્ટેટ મોનીટરીંગ સેલે લાખો રુપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો

અમદાવાદ થી રાજકોટ તરફ જતો મોટી માત્રામાં દારુનો જથ્થો ઝડપાયો છે. બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. બાવળા અને બગોદરા પાસેથી અલગ અલગ ટ્રક માંથી વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે.

Breaking News : અમદાવાદ થી રાજકોટ તરફ જતો દારૂનો જથ્થો ઝડપાયો, સ્ટેટ મોનીટરીંગ સેલે લાખો રુપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો
Liquor seized
Harin Matravadia
| Edited By: | Updated on: May 16, 2023 | 6:28 AM
Share

આમ તો ગુજરાતમાં દારુબંધી ( liquor ) છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. બુટલેગર પોલીસથી બચીને દારુને ગુજરાતમાં લાવવાના વિવિધ કિમીયા અજમાવતો હોય છે. અમદાવાદ થી રાજકોટ તરફ જતો મોટી માત્રામાં દારુનો જથ્થો ઝડપાયો છે. બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.

બાવળા અને બગોદરા પાસેથી અલગ અલગ ટ્રક માંથી વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે. જેમાં એક ટ્રક માંથી 7190 બોટલ મળી હતી અને કુલ 47 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જ્યારે બીજા ટ્રક માંથી 11988 બોટલ મળી કુલ 55 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે દારુ મંગાવનાર અને આપનારની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : Ahmedabad: સસ્તી એર ટિકિટની લાલચ આપી એજન્ટે ગ્રાહકોના ખંખેર્યા દોઢ કરોડ, પોલીસે કરી ધરપકડ

જૂનાગઢમાં ઝડપાયો હતો દારુનો જથ્થો

તો બીજી તરફ આવી જ એક ઘટના જૂનાગઢમાં દારૂની હેરાફેરી કરવાના નવા કીમિયાનો પર્દાફાશ કર્યો છે. જેમાં બુટલેગર વાહનમાં ચોરખાનું બનાવી દારુની હેરાફેરી કરતા હતા. બાતમીના આધારે જૂનાગઢના A ડિવિઝન પોલીસે દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો.જેમાં 178 બોટલ દારુ અને કાર સહિત 3.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારુના જથ્થા સાથે એક આરોપીને ઝડપાયો હતો. અન્ય એક આરોપી ફરાર છે. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડોદરામાં મહિલા કોર્પોરેટર પતિની કારમાંથી ઝડપાયો હતો દારુનો જથ્થો

આ અગાઉ વડોદરાના પાદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં પાદરા વોર્ડ નંબર-4ની મહિલા કોર્પોરેટર દિપાલી પટેલના પતિની કારમાંથી દારૂ ઝડપાયો હતો. ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો ઝડપાયો હતો. ભાવેશ પટેલ ઉર્ફ લાલુની કારમાંથી 15 પેટી દારુનો જથ્થો સ્ટેટ વિજિલન્સએ ઝડપ્યો હતો.

ખુલ્લા પ્લોટમાં પડેલી કારના કાચ તોડી વિજિલન્સે દારુનો જથ્થો ઝડપ્યો હતો. વિજિલન્સ ટીમે 57,360નો ભારતીય બનાવટનો વિદેશી દારુ અને કાર મળી કુલ 1.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બુટલેગર ભાવેશ ઉર્ફે લાલુ આરોપી ફરાર થયો હતો. સમગ્ર ઘટનાની તપાસ વડુ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી.

( ઈનપુટ વીથ હરિન માત્રાવાડિયા )

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">