સુરેન્દ્રનગરના પ્રસિધ્ધ તરણેતરના મેળા પર કોરોનાનું ગ્રહણ, સતત બીજા વર્ષ મેળો બંધ રહેશે

સુરેન્દ્રનગર,વઢવાણ, ધ્રાંગધ્રા ઉપરાંત સૌરાષ્ટ્રના લોકમેળા પણ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને બંધ રાખવામાં આવ્યા છે અને જન્માષ્ટમી પર્વ પર યોજાતાં હતા ભવ્ય લોકમેળા અને ડાયરાઓ પણ ચાલુ વર્ષે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગરના પ્રસિધ્ધ તરણેતરના મેળા પર કોરોનાનું ગ્રહણ, સતત બીજા વર્ષ મેળો બંધ રહેશે
Tarnetar Fair(File Photo)

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લાના (Surendranagar District) તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ વર્ષ સુરેન્દ્રનગર જીલ્લા માં સતત બીજા વર્ષે પણ લોક મેળાઓ બંધ રહેશે.મહત્વનું છે કે, કોરોનાનુ સંક્રમણ(Corona) ન ફેલાય તે માટે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામા આવ્યો છે.

વિશ્વ વિખ્યાત તરણેતરના મેળાનું(Tarnetar Fair)  વિશેષ મહત્વ હોવાથી ઓ મેળામાં લોકોની જનમેદની ઉમટતી હોય છે. ત્યારે આ વર્ષ  તરણેતર મંદિરમાં ધ્વજા રોહણ પણ મર્યાદિત લોકોની હાજરીમાં કરવામાં આવશે.

કોરોના મહામારી વચ્ચે અનેક ધાર્મિક તહેવારો અને મેળાવડા મોકુફ રાખવાની ફરજ પડી છે.ત્યારે પ્રખ્યાત તરણેતરનો મેળો પણ બંધ રાખવાનો તંત્ર(Administration) દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.જેને પગલે ધર્મપ્રેમી અને ઉત્સવપ્રેમી પ્રજાની લાગણી દુભાઇ છે.મહત્વપૂર્ણ છે કે સુરેન્દ્રનગરના થાનગઢમાં (Thangadh) વર્ષોથી તરણેતરનો મેળો યોજાય છે અને દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ અને પર્યટકો તરણેતરના મેળાનો આનંદ લેવા પહોંચતા હોય છે.

જોકે ચાલુ વર્ષે મેળો બંધ રહેતા મંદિર પર ધજા ચઢાવવાની પરંપરાને સાદાઇથી પૂર્ણ કરાશે.એક સમય હતો કે રંગેચંગે ઢોલનગારા અને નાચગાન સાથે મેળાનું આયોજન થતું હોય છે.પરંતુ કોરોનાની ત્રીજી લહેરને (Third Wave)ધ્યાનમાં રાખીને આ વર્ષ તમામ મેળાવડા બંધ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: 100 થી વધુ રોગોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે આ ફળ! જાણો 5 સૌથી મોટા ફાયદા

આ પણ વાંચો : Bhakti : બ્રહ્મચારી હનુમાનજીના પણ થયા હતા લગ્ન ! આ મંદિરમાં પત્ની સાથે જ બિરાજમાન થયા પવનપુત્ર

Click on your DTH Provider to Add TV9 Gujarati