AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VNSGU નો કંગાળ કારભાર, એક દિવસ પહેલા જ પરીક્ષા રદ્દ કરી દેવાતા વિદ્યાર્થીઓ હેરાન

ઓનલાઇન પરીક્ષામાં રેકનીકલ સમસ્યાઓ ઘણી બધી આવી રહી છે. છતાં સિન્ડિકેટ સભ્યો મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે. સવાલ એ ઉભો થાય છે કે એક દિવસ પહેલા જે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે, તેનાથી વિદ્યાર્થીઓને જે મુશ્કેલી પડી છે તેના માટે જવાબદાર કોણ ? આ અંગે હજી કોઈ પાસે જવાબ નથી. 

VNSGU નો કંગાળ કારભાર, એક દિવસ પહેલા જ પરીક્ષા રદ્દ કરી દેવાતા વિદ્યાર્થીઓ હેરાન
Who is responsible for the technical problems in the online examination conducted by VNSGU?(File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 11:47 AM
Share

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) દ્વારા ઓનલાઇન (Online )પરીક્ષાને બદલે ઓફલાઇન (Offline )પરીક્ષા લેવા અને ઓનલાઇન પરીક્ષાની કામગીરીમાં છબ૨ડા કંપની વિરુધ્ધ તપાસ કરવા માંગ કરવામાં આવી હતી . વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય ડો . ભાવેશ રબારી દ્વારા કુલપતિ અને કાર્યકારી કુલસચિવને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે સમગ્ર દેશ અને ગુજરાતની તમામ યુનિવર્સિટીની પરીક્ષાઓ ઓફલાઇન લેવાતી હોય ત્યારે માત્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષા લેવામાં આવે છે . નર્મદ યુનિવર્સિટી દ્વારા અગાઉ લેવાયેલી પરીક્ષામાં પણ ટેકનિકલ સમસ્યાઓને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી .

અને વધારાની મોક ટેસ્ટ લેવામાં આવી હતી . આ વખતે પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે . જેને પગલે 11 અને 12 તારીખની પરીક્ષા રદ કરી , વધારાની મોક ટેસ્ટ લેવામાં આવી છે . પરીક્ષાઓ છેલ્લી ઘડીએ રદ કરવાથી પરીક્ષાના ટાઇમ ટેબલમાં ફેરફાર થવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ઉભી થવાની છે તેના માટે જવાબદાર કોણ ? સિન્ડિકેટ સભ્યો પણ મૂક પ્રેક્ષક બની ગયા છે . યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક ઓફલાઇન પરીક્ષા લેવાનું શરૂ કરવું જોઇએ અને ઓનલાઇન પરીક્ષામાં છબરડા કરતી પૂણેની વીશાઇન ટેક . પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ નાણાકીય દંડ કરી તપાસની કાર્યવાહી હાથ ધરવી જોઇએ તેવી માંગ કરવામાં આવી હતી .

બી.સી.એ , બી.એડ્ અને એમ.એડ્.ની ઓનલાઇન પરીક્ષામાં 99 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા નર્મદ યુનિવર્સિટીની બી.સી.એ , બી.એડ્ અને એમ.એ.ની પરીક્ષામાં 99 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા . વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મોક ટેસ્ટમાં ટેકનિકલ સમસ્યાઓ સર્જાવાના કારણે આર્ટસ , સાયન્સ અને કોમર્સ વિદ્યાશાખાની 11 અને 12 ફેબ્રુઆરીની પરીક્ષા રદ કરવામાં આવી છે . પરંતુ બી.સી.એ , બી.એડ્ અને એમ.એડ્.ની પરીક્ષાઓ યથાવત રાખવામાં આવી હતી . બી.સી.એ , બી.એડ્ અને એમ.એડ્.ની ઓનલાઇન પરીક્ષા લેવાઇ હતી . જેમાં કુલ 11,097 વિદ્યાર્થીઓ નોંધાયા હતા . 10,980 વિદ્યાર્થીઓ હાજર અને 117 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા .

આમ, ઓનલાઇન પરીક્ષામાં રેકનીકલ સમસ્યાઓ ઘણી બધી આવી રહી છે. છતાં સિન્ડિકેટ સભ્યો મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે. સવાલ એ ઉભો થાય છે કે એક દિવસ પહેલા જે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે, તેનાથી વિદ્યાર્થીઓને જે મુશ્કેલી પડી છે તેના માટે જવાબદાર કોણ ? આ અંગે હજી કોઈ પાસે જવાબ નથી.

આ પણ વાંચો :

Surat : રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવશે નેશનલ લેવલનું હાઈ પરફોર્મિંગ સેન્ટર

લો બોલો ! 60 હજારનો પોપટ ચોરાયો, સુરતના ઉમરા પોલીસમાં કરવામાં આવી ફરિયાદ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">