સુરતમાં પાટીલને ભમરડો અને લખોટી કેમ યાદ આવ્યા ! બાકી હતા તો કેન્દ્રિય પ્રધાન દર્શના જરદોશ પણ જોડાયા, જુઓ VIDEO

|

Jun 13, 2022 | 9:31 AM

સુરતમાં (Surat) એક ખેલસ્પર્ધામાં હાજર રહેલા પાટીલે પણ બાળપણની રમતોને મનભરી માણી,જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સુરતમાં પાટીલને ભમરડો અને લખોટી કેમ યાદ આવ્યા ! બાકી હતા તો કેન્દ્રિય પ્રધાન દર્શના જરદોશ પણ જોડાયા, જુઓ VIDEO
C R Paatil playing with children

Follow us on

Surat News : કોઇપણ વ્યક્તિ પોતાના બાળપણને (Childwood) ક્યારેય ભૂલી શક્તો નથી. એ પછી ટોચ પર બેસેલા કોઇ રાજનેતા કેમ ન હોય.આવા જ અનોખા અંદાજમાં ભાજપના (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (CRPaatil) જોવા મળ્યા. સુરતમાં એક ખેલસ્પર્ધામાં હાજર રહેલા પાટીલે પણ બાળપણની રમતોને મનભરી માણી. રાજનીતિમાં માહેર પાટીલે દોરી વીટીને ભમરડો ફેરવ્યો.ભમરડા ફેરવવાની આ રમતમાં તેમની સાથે કેન્દ્રીય મંત્રી દર્શનાબહેન જરદોશ(Darshnaben Jarodosh)  પણ જોડાયા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કાર્યક્રમમાં રાજ્યમંત્રી તેમજ ભાજપના અન્ય કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા

ભમરડો ફેરવ્યા બાદ સી.આર.પાટીલ(CRPaatil)  બાળકો સાથે જાણે કે બાળકી બની ગયા. ખેલસ્પર્ધાના અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં પાટીલે બાળકો સાથે લખોટી રમી તેમનો ઉત્સાહ વધાર્યો.નાના ભૂલકાઓ સાથે અન્ય રમતો રમી પોતાના બાળપણની યાદો તાજી કરી.તમને જણાવી દઈએ કે, આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી તેમજ ભાજપના અન્ય કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Published On - 9:31 am, Mon, 13 June 22

Next Article